રાજકોટ જિલ્લાના ધોરાજી હાઈવે પર ભાવાભી ખીજડીયા ગામ નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા ૫ જેટલા લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને બાકી ૩ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે લોકોને તાત્કાલિક ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ પર ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ધોરાજી નજીક થયો ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ ના મોત, ૩ ઘાયલ
RELATED ARTICLES