ALPEAH TRIVEDI – DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય મથક ધોરાજી સરકારી તંત્ર એકશનના મુડમાં હોઈ ધોરાજીનાં પ્રાંત અધિકારી નાં નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ તથાં નગરપાલિકા સ્ટાફને સાથે રાખી ને S.P. સાહેબની સુચના તથાં Dy.S.P. નાં માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી શહેરના રોડ – રસ્તા અને ધોરાજીને ક્લીન સીટી બનાવવા માટે તાત્કાલિક અસરથી ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી ત્યારે પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડનાં નેતૃત્વ હેઠળ તથા P.I. જે.એમ.વાળા, ટ્રાફીક બ્રાન્ચ, ડી-સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફને સાથે રાખીને ધોરાજીનાં રોડ-રસ્તા પર ગેરકાયદેસર કરેલ દબાણો તેમજ રાહદારીઓને તથાં વાહન ચાલકોને નડતર રૂપ થતાં લારી-ગલ્લા હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં જેતપુર રોડ, ગેલેક્સી ચોક, અવેડા ચોક, જીન પ્લોટ રોડ તેમજ શાકમાર્કેટ તરફ જતાં રસ્તા પર ગેરકાયદેસર દબાણો તથાં ફુટપાથ પર નડતર રૂપ થાય તેવાં લારી ગલ્લા નડતર રૂપ પ્રકારે રાખવામાં આવેલ લારી-ગલ્લા હટાવી ધોરાજીને ક્લીનસીટી બનાવવા માટે કામગીરી આરંભાઈ હતી. ધોરાજીનાં ત્રણ દરવાજા, મેઈન બજાર, નદી બજાર, શાકમાર્કેટ તથાં સ્ટેશન રોડ વિસ્તાર, અંકિત વિસ્તારોમાં લારી ગલ્લાનાં દબાણોની સમસ્યા વધારે પ્રમાણમાં રહે છે જેનાં કારણે નાનાં મોટાં અકસ્માત થવાંનાં કે માથાકુટ થવાંનાં બનાવો સર્જાતા હોય છે જ્યારે ફુટપાથ આમ રાહદારીઓ માટે ચાલવા માટે હોય છે પણ ફુટપાથ પર પણ વેપારીઓએ લારી-ગલ્લા વાળાઓએ દબાણો કરી નાખ્યા છે. નગરપાલિકા આ બાબતે એકદમ ઉદાસીન રહયું છે, ત્યારે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા સમયાંતરે ટ્રાફીક ઝુંબેશ અંતર્ગત લારી ગલ્લા દુર કરાઈ છે, પરંતુ એક બે દિવસ બાદ ફરી દબાણો થવાં લાગે છે રસ્તા પર ગેરકાયદેસર દબાણો દુર કરવાથી પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રવઁતી છે જોકે આ પ્રકાર ની કામગીરી નિયમીતપણે અસરકારક બની રહી તે દીશામાં સઘન પ્રયાસો તે પણ જરૂરી છે