THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં આવેલ પુષ્પસાગર તળાવને કિનારે પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોની યાદમાં સંજેલીના જ મહાકાલ ગ્રુપના યુવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. જે ગત રાત્રીના સમયે કોઈ તોફાની તત્વોએ તે વૃક્ષોની આસપાસમા આગ લગવી દેતા વીર શહીદોની યાદમાં ઉછેરેલા વૃક્ષોને આગથી નુકશાન થયું હતું.
આજે તા.૧૪/૦૨/૨૦૨૧ને રવિવારના રોજ પુલવામામાં શહીદ જવાનોની બીજી પુણ્યતિથી હોઇ સંજેલીના યુવાનો જ્યારે શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા ત્યારે આ બનાવની જાણ થઇ હતી. આ બનાવથી સંજેલી નગર માં દુઃખની લાગણી જોવા મળી હતી. ત્યારબાદ મહાકાલ ગૃપના યુવાનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને આવેદન પાત્ર આપી તે ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ આ વૃક્ષોને નુકશાન થતા સમગ્ર સંજેલી નગરમા દુઃખની લાગણી ફેલાઈ હતી અને લોકોમાં તે ઈસમો વિરુદ્ધ રોષ પણ ફેલાયો હતો.