Thursday, January 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા તા.૨૨ થી ૨૭ ડિસેમ્બર નાં ૬ દિવસીય...

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા તા.૨૨ થી ૨૭ ડિસેમ્બર નાં ૬ દિવસીય શૈક્ષણિક પ્રવાસ માટે સૌરાષ્ટ્ર દર્શનનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૨ થી તા.૨૭/૧૨/૨૦૨૨ નાં ૬ દિવસીય સૌરાષ્ટ્ર દર્શનનાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર, ચોટીલા, દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, વીરપુર, સાળંગપુર, ભાલકાતીર્થ જેવા તીર્થ સ્થળોનું નાં પ્રવાસનું આયોજન કરવામાં આવેલું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષક ગણ સાથે રહીને આ પ્રવાસનો સુંદર આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રવાસના શૈક્ષણિક પ્રવાસ મંત્રી તરીકે એચ.જે. પારગી અને સહમંત્રી તરીકે એચ.પી. અમીન દ્વારા આ પ્રવાસનું સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું અને આયોજનમાં સ્કૂલના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ગણે પુરેપુરો સહયોગ આપ્યો હતો. આ પ્રવાસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષક ગણ ગત રોજ પરત ફરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments