ગત તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો તે અનુસંધાને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરના લીમડિયા ખાતેના ગાયત્રી મંદિરે આજે તા.૨૧/૦૯/૨૦૨૦ ને સોમવારના રોજ સેવા સાપ્તાહના કાર્યક્રમ અંતર્ગત વિકલાંગોને સાયકલો, વૃદ્ધોને લાકડી, વિધવા તથા અન્યને શાલ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો તથા રૂપાખેડા આંગણવાડી કેન્દ્રનુ ખાતર્મુહત કરેલ. જેમાં જીલ્લા ભા.જ.પા. પ્રમુખ શંકરભાઈ અમલિયાર, રામજીગુરૂજી, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ડૉ.અશ્વનકુમાર પારગી, જલ્પાબેન અમલિયાર, ચુનીકાકા, રામાભાઈ પારગી, નાનુસિગં ભગોરા, રીતેષ પટેલ, ભાવેશ પટેલ, દિલીપ પ્રજાપતિ, સરપંચ દિનેશભાઈ ગરાસીયા, દિપ્તાશું અમલિયાર, કલ્પેશ ગરાસિયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના લીમડિયા ગામના ગાયત્રી મંદિર ખાતે વિકલાંગોને સાયકલનુ વિતરણ કરવામાં આવ્યું