Saturday, August 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાની મોડેલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અપાયું આરોગ્ય...

ફતેપુરા તાલુકાની મોડેલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અપાયું આરોગ્ય શિક્ષણ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામ ખાતે આવેલી મોડેલ સ્કૂલ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ મોડેલ સ્કૂલના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન વાહકજન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમા વરસાદી ઋતુમાં મેલેરીયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છર ઉત્પતિ અટકાવો, મેલેરીયાથી બચો, ઘરની આજુ બાજુ પાણીનો ભરાવો થવા દેશો નહીં, ભરેલા પાણીને વહેવડાવી દો, પાણીના નાના નાનાં ખાબોચિયા પૂરી દેવા, કાયમી ભરાઈ રહેલા પાણીમાં પોરાભક્ષક માછલી અવશ્ય મૂકવી, ઘરની આજુ બાજુ પાણી ભરાઈ રહેલા નકામા પાત્રોનો યોગ્ય નિકાલ કરવો. જેવી બાબતો વિષે જાણકારી આપવામાં આવી હતી.
ડેન્ગ્યુ: — ઍડીસ – ઈજિપ્તિ પ્રકારના ચેપી માદા મચ્છર દિવસે કરડતાં ડેન્ગ્યુ રોગ ફેલાય છે. – આ મચ્છર એક ચમચી જેટલાં સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઈંડા મૂકી શકે છે, – ઘર, કાર્યસ્થળ તેમજ આસપાસ, ધાબા પર સંગ્રહિત કરેલ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ડેન્ગ્યુના મચ્છર પેદા થાય છે.
ડેન્ગ્યુ ના લક્ષણો: — અચાનક ખૂબ તાવ આવે, 3થી 7 દિવસ સુધી તાવ રહે, – આંખના ડોળાની પાછળ દુ:ખાવો થાય, તેમજ કપાળમાં સતત દુઃખાવો થાય, – તાવ સાથે ઊલટી અને ઉબકા થાય, ભૂખ ના લાગે, – સાંધા તેમજ સ્નાયુઓમાં દુ:ખાવો થાય, – ક્યારેક હાથ અને ચહેરા પર ઓરી જેવા દાણા દેખાય, – આ લક્ષણ જોવા મળતા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
સાવચેતી જ સમજદારી: — હંમેશા જમતા પહેલા વારંવાર સાબુ થી હાથ અવશ્ય ધોવા, – પાણીને ઉકાળી ને પીવુ, – ક્લોરિન યુક્ત પાણી પીવુ, – સ્વચ્છ અને સ્વાસ્થવર્ધક ખોરાક લેવો.

આરોગ્ય વિષયક અન્ય રોગ સહિત ટીબી વિશે પીરા્મલ સ્વાસ્થ્ય કોમ્યુનિટી કો ઓડીનેટર ફતેપુરા ફરહાજ ખાન દ્વારા TB વિશે વિસ્તૃત માહિતી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને TB રોગ લક્ષણો સાવચેતી પગલાં વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માધવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર રસિકભાઈ ડબગર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાજુભાઈ પ્રજાપતિ, શાળાના આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

1