ફતેપુરા તાલુકા કુમાર શાળા ખાતે શેઠ શ્રી ગિરધરલાલ મહિલા અધ્યાપન મંદિર દાહોદની 15 જેટલી તાલીમાર્થી મહિલાઓ દ્વારા 15 દિવસની ઇન્ટરશીપ તાલુકા કુમાર શાળા ખાતે રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન તાલીમાર્થી બહેનો દ્વારા શાળાના બાળકોને વિવિધ શૈક્ષણિક તેમજ રમતગમતની તાલીમમાં આપીને તેમની કસોટી લેવામાં આવી હતી. આ કસોટીમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તાલીમાર્થી મહિલાઓ દ્વારા યોગ્ય ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા કુમાર શાળાના આચાર્ય રમેશભાઈ કટારા દ્વારા તાલીમાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.