- શાળા પ્રવેશોત્સવના માધ્યમ થકી બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બનશે.
- આદિજાતી વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસ.
- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી બાળકોના સપનાઓ સાકાર થશે.
- દાહોદ જિલ્લામાં પ્રથમ દિવસે આંગણવાડીમાં ૪૧૨૮, બાલવાટીકામાં ૭૨૨૪ અને ધોરણ – ૧ માં ૩૨૩૮ બાળકોનું ઉત્સાહભેર પણે શાળા પ્રવેશોત્સવ અપાયો.
રાજ્યનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને પ્રાથમીક શિક્ષણ ગુણવત્તાસભર તેમજ અસરકારક શિક્ષણ મળે તેવા શુભ આશયથી મહોત્સવને યોજવામાં આવે છે જેમાં આજે દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષ્રેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે આદિવાસી બાહુબલ્ય ધરાવતા જિલ્લામાં જ્ઞાાનની જ્યોત પ્રજ્વલિત થઇ છે બાળકો હોશેં હોશે અને ઉત્સાહભેર રીતે આંગણવાડી, બાલવાટિકા, અને ધોરણ ૧ માં પ્રવેશ લઇ રહયા છે જે શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને આભારી છે.
દાહોદ જિલ્લામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે જેના થકી આજે પરિણામ મળી રહ્યા છે જિલ્લામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ દરમ્યાન કુમાર-૨૧૩૧, કન્યા ૧૯૯૭ મળી કુલ ૪૧૨૮ આંગણવાડી ભુલકાંઓનું નામાંકન કરવામા; આવ્યું છે જ્યારે બાલવાટિકામા ૩૬૮૦ કુમાર અને ૩૫૪૪- કન્યા મળી કુલ ૭૨૨૪ બાળકોનું કુમ- કુમ તિલક કરી શિક્ષણ કિટ અર્પણ કરી શાળા પ્રવેશોત્સ કરાયો હતો તેમજ ધોરણ ૧ માં દાખલ થયેલ બાળકોમાં ૧૬૭૦- કુમાર અને ૧૫૬૮ કનયા મળી કુલ ૩૨૩૮ બાળકોનું વાજતે- ગાજતે નામાંકન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ધોરણ ૧ માં પુન: પ્રવેશમાં ૧૭- કુમાર અને ૧૦ – કન્યા મળી કુલ ૨૭ બાળકોએ પુન: પ્રવેશ લીધો છે. ઉપરાંત ૬૭ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચુકવવામાં આવ્યા છે. શાળાઓના બાળકોના કારકિર્દી ઘડતર માટે લોકસહકાર સ્વરૂપે બાળકોના સર્વાગી વિકાસ માટે રોકડ સ્વરૂપે ૨૦૪૫૩૫/- વસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિમંતમાં ૪૧૫૭૨૩ મળી કુલ ૬૨૦૨૫૮ મળવાથી બાળકોના સપનાઓ સાકાર થશે.
દાહોદ જિલ્લામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડતર માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આશિર્વાદરૂપ સાબિત થશે.