Thursday, January 2, 2025
Google search engine
HomeGarbada - ગરબાડામોટી ખરજ જિલ્લા બેઠક પર ભાજપાની 133 ગરબાડા વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરની...

મોટી ખરજ જિલ્લા બેઠક પર ભાજપાની 133 ગરબાડા વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરની સભા યોજાઈ

આજે તા.૨૦/૧૨૦૨૨ ના રોજ બપોરના 12:30 કલાકે 133 ગરબાડા વિધાનસભાના મત વિસ્તાર મોટી ખરજ ગામે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું. સભામાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર, જિલ્લા સભ્ય કરણસિંહ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ, તાલુકા પ્રમુખ મુકેશ લબાના, ઉદ્યોગપતિ રાકેશ બાકલીયા, નગરપાલિકાના માજી પ્રમુખ અભિષેક મેડા, નીરજ મેડા, તથા સરપંચો બુથ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત મંચસ્ત મહેમાનોનાં સ્વાગતથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર દ્વારા ગ્રામજનોને સંબોધવામાં આવ્યા હતા, જેમાં આ વખતે 133 ગરબાડા વિધાનસભા ભાજપ જંગી બહુમતીથી જીતે તેઓ હુંકાર ગ્રામજનો પાસે કરાવ્યો હતો. ત્યારબાદ દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ગ્રામજનો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની એ ખેડૂતોના હિત માટે મોદી સરકાર દ્વારા 86 કરોડ રૂપિયા તમારા ખાતામાં સીધા જમાં કરાવ્યા છે. તેઓના બેંકના ખાતામાં કોઈ પણ વચેટીયા વગર સીધા રૂપિયા જમાં થાય છે. કોરોના કાળમાં ગરીબ જનતા માટે 55 કરોડ રૂપિયાનું મફત અનાજ આપ્યું હતું તથા તેઓ એ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ કોઈને કાણી પાવલી પણ આપી નથી. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર પર તથા કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી પર આક્રા પ્રહારો કર્યા હતા. 133 – ગરબાડા વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરને જંગી બહુમતીથી જીતાડવા માટે ગ્રામજનો પાસે આહ્વાન કરાવ્યું હતું. સભાનું સમાપન કરણસિંહ ડામોર દ્વારા શાબ્દિક આભાર માની તેઓએ પણ ગ્રામજનોને મતદાન કરી મહેન્દ્રભાઈ ભાભોરને જીતાડવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments