RASHMIN GANDHI –– DHORAJI
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બહારપુરાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ઝાડ પર વીજળી પડ્યાનો વીડિયો સામે આવ્યો છે આ ઝાડ ઉપર વીજળી પડતા જ ઝાડ એકદમ સળગવાના લાઈવ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો અને તે દરમિયાન એક ઝાડ પર વીજળી પડી હતી અને ઝાડ સળગી ઉઠ્યું હતું