

FARUK PATEL –– SANJELI
તા.૨૬/૦૧/૨૦૧૯ ને શનિવારના રોજ સંજેલી તાલુકા કક્ષાનો ૭૦ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નેનકી ખાતે આવેલી મુખ્ય પ્રા. શાળામાં ઉજવવામાં આવી હતી. સવારે ૦૯:૦૦ વાગ્યે સંજેલી મામલતદાર વી.જી.રાઠોડના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયધ્વજને સલામી આપ્યા પ્રવચન બાદ નેનકી તરકડા મહુડી, જસુણીની મૂવાડી, જસુણી, સંજેલી આરા.ડી. ગુરુકુલમ, નેનકી પે સેન્ટર સહિત ૧૦ જેટલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. એક થી ત્રણ નંબરને મામલતદારના હસ્તે પ્રમાણ પત્ર, નેનકી સરપંચ મહેન્દ્ર પલાસ, જસુણી સરપંચ દિપીકા પલાસ તરફથી પુરસ્કાર આપવામાં આવ્યું હતું. તરકડા મહુડી પ્રા. શાળા કાચી કેરી ને અંગૂર કાલા અમે ગુજરાતી લહેરી લાલા ડાન્સ ઉપર ધુમ મચાવી હતી. ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી એસ.જે.ભરવાડ, PSI એમ.એ.દેસાઈ, નાયબ મામલતદાર બી.એસ.સોલંકી, નીતા ભુરીયા, જિલ્લા પ્રા.શિક્ષક સંધના પ્રમુખ સુરતાન કટારા, વિરોધ પક્ષના નેતા રણછોડ પલાસ, તા. સ. નટુભાઈ હરિજન, બીજેપી પ્રમુખ ફૂલસિંગ ભમાત, મહામંત્રી સુરેન્દ્રરસિંહ સોલકી, સરપંચ સંજેલી કિરણ રાવત, ડુંગરા પ્રફુલભાઈ રાઠોડ, તલાટી નેનકી વી. જે.નીસરતા, એન.ડી. બામણીયા, અર્પિત ચૌહાણ, તા. પ્રા. શિક્ષક સંઘ પ્રમુખ રમેશ સેલોત, માં. પ્રમુખ અમરસિંહ બામણીયા, બાબુભાઈ પલાસ, આચાર્ય, શિક્ષક ભાઈ બહેન, તાલુકાના કર્મચારીઓ, પોલીસ મિત્રો, ગ્રામજનો, આગેવાનો, વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેનકી પંચાયત વિસ્તારમાં વિકાસના કામ માટે મામલતદારના હસ્તે સરપંચ મહેન્દ્ર પલાસને પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાંન ભારત યોજના અંતર્ગત સરોરી પી.એસ.સી.સેન્ટર દ્વારા લાભાર્થીને પાંચ લાખનું ગોલ્ડન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદન, તાલુકાની સરકારી પ્રાઇવેટ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ, પંચાયતોમાં ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું, નેનકી ખાતે ધ્વજવંદનનું સંચાલન માંડલી પે.સેન્ટરના આસિસ્ટન્ટ રમેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.