Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદસાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક

સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક

સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

દાહોદ જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન માટે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ સ્પર્ધાનું જિલ્લાની ૬ સહિત સંતરામપુર વિધાનસભા બેઠક ખાતે આયોજન કરાયું છે. સાંસદ ખેલ સ્પર્ધા આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે એ માટે સાંસદ જશવંતસિંહ ભાભોર ખેલાડીઓને ગત વર્ષ કરતાં વધુ વ્યક્તિઓ ભાગ લે તેવું જણાવ્યું હતું.

આ રમતો દાહોદનાં એકલવ્ય સ્કુલ ખરેડી, ગરબાડાના અભળોડ ખાતે પાંડુરંગ ઉત્તર બુનીયાદી શાળા, અભલોડ, ફતેપુરાના આઇ.કે. દેસાઇ હાઇસ્કુલ, દેવગઢ બારીયા રમત ગમત સંકુલ, જી.એલ. હાઇસ્કુલ સીંગવડ, એસઆરપી ગ્રુપ મેદાન પાવડી, ઝાલોદ, એસ.પી. હાઇસ્કુલ સંતરામપુર ખાતે યોજાશે. જેમાં ત્રણ દિવસમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ ભાઇઓ, રસ્સા ખેંચની રમતો યોજાશે.

આ રમતોમાં વિજેતા ખેલાડીઓ ત્યાર બાદ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની રમતો દેવગઢ બારીયાના રમત ગમત સંકુલ ખાતે તા. ૨૪ અને તા. ૨૫ જાન્યુઆરીએ યોજાશે. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, આર્ચરી, ક્રિકેટ, હોકી, સ્વિમિંગ, જુડો, કરાટે, કુસ્તી સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોમાં ૧૬ વર્ષથી ઉપરના ખેલાડી ભાઇ બહેનો ભાગ લઇ શકશે. વિધાનસભા કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.

બેઠકમાં દાહોદ જીલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, ASP જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments