Thursday, January 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાસાગડાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

સાગડાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

દાહોદમાં તા.૧૫ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી હિપેટાઇટિસ દિવસની ઊજવણી થઇ રહી છે, જેના અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી. અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ.વી.અમલિયારના માર્ગદર્શન હેઠળ સાગડાપાડા PHC ખાતે HIV /AIDS, હીપેટાઈટીસ બી, TB , ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC (પ્રચાર પ્રસાર) કરવામા આવ્યો હતો.

આ દરમ્યાન સ્થાનિક લોકોને પત્રિકા તેમજ પોસ્ટરના માધ્યમથી સમજ આપવામા આવી હતી. ત્યારબાદ સાગડાપાડા PHC પર હેલ્થ કેમ્પ દરમ્યાન ટેસ્ટિંગ પણ કરવામા આવ્યું હતું. જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. રંજના, ICTC કાઉન્સેલર નયનાબેન દરજી તથા લેબ ટેક. કૌશિકભાઇ સોલંકી, HIV ટેસ્ટિંગ મોબાઇલવાનમાંથી તુષારભાઇ, LWS લિંક વર્કર તેમજ સાગડાપાડા PHC નો સ્ટાફ હાજર રહ્યા હતા. આ કૅમ્પ દરમ્યાન કુલ ૮૭ જેટલા લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments