Friday, January 3, 2025
Google search engine
HomeSurat - સુરતસુરત ખાતે "અખિલ ભારતીય દરજી મહાસભા", ગુજરાત પ્રદેશની પ્રથમ કારોબારી બેઠક પદ્મશ્રી...

સુરત ખાતે “અખિલ ભારતીય દરજી મહાસભા”, ગુજરાત પ્રદેશની પ્રથમ કારોબારી બેઠક પદ્મશ્રી ડો.કનુભાઈ ટેલરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

અખિલ ભારતીય દરજી મહાસભા,ગુજરાત પ્રદેશ ની પ્રથમ કારોબારી બેઠક તા.૨૮/૦૫/૨૦૨૩ ને રવિવારે સુરત ખાતે આદરણીય પદ્મશ્રી ડો. કનુભાઈ ટેલર ના સંપૂર્ણ સહકારથી તેઓના સાનિધ્યમાં રાખવામાં આવેલ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રદેશના પદાધિકારી તેમજ કારોબારી સભ્યો, મહિલા અને યુવા પરિષદના પદાધિકારી અને કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના આદરણીય વડીલ તેમજ જિલ્લા અને મહાનગરના પ્રભારી તેમજ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂજ્ય સંતશ્રીની પ્રેરક ઉપસ્થિતિનો એક અચાનક જ શુભ સંજોગ બની ગયો અને ખુબ જ સસ્નેહ આશીર્વાદસહ દિવ્ય વાણીથી દિવ્ય ચેતનાની અનુભૂતિ સૌને પ્રાપ્ત થઈ શકી હતી.

ગુજરાત પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ દરજી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય મહાસચિવ હેમંતભાઈ ટેલર દ્વારા દરજી સમાજના સંગઠનને મજબૂત બનાવવા ગુજરાતના ચાર ઝોન અને કચ્છમાંથી વિવિધ ગોળ, વાળા, પંચના સભ્યોને આ રાષ્ટ્રીય સંગઠનમાં જોડવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રશ્મિનભાઈ ડોડીયા અને પદ્મશ્રી ડો.કનુભાઈ ટેલર દ્વારા પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યાં હતા. અંતમાં શંકરભાઈ સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સંપૂર્ણ બેઠકનું સભા સંચાલન પ્રદેશ મહામંત્રી પરેશભાઈ ચૌહાણે કર્યું હતું. પ્રદેશ મહામંત્રી સંજયભાઈ હિંગું અને કલ્પેશભાઈ નાંઢા દ્વારા તમામ વ્યવસ્થાઓ સુંદર રીતે સાચવીને આ પ્રથમ બેઠકને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments