Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : જૈનોના તીર્થ સ્થાન સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા...

🅱️reaking : જૈનોના તીર્થ સ્થાન સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા દાહોદ જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનની સાથે ભવ્ય રેલીનું આયોજન કરી મામલતદારને આપવામાં આવ્યું આવેદન

દાહોદ સમસ્ત જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું રેલીનું આયોજન. કારણકે સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું નક્કી કરતા જૈન સમજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ.

સમસ્ત જૈન સમાજની સૌથી મોટી અને પવિત્ર ગણાતું યાત્રાધામ ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરાતા થઈ રહ્યો છે ચોમેર વિરોધ.

આ પ્રવિત્ર ભૂમિ ઉપર જૈનોના અસંખ્ય દેવ મોક્ષે ગયા છે અને જો ત્યાં પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ત્યાં અભક્ષ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય અને જૈન સમાજની લાગણી દુભાય.જેના કારણે સમગ્ર ભારતના જૈન સમજ દ્વારા જુદા જુદા રાજ્યોમાં આ વિરોધ નોંધવામાં આવ્યો છે.

જેથી આ વિષય ને ઝારખંડ સરકાર ગંભીરતા થી લઇ અને ઘટતી કાર્યવાહી કરે એવી માંગ સાથે દાહોદ સમસ્ત જૈન સમાજ જેમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જૈન સમાજ, મહાસંઘ, તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન ઇન્ટરનેશનલ સાથે જોડાયેલ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા આજે જંગી રેલી કાઢવામાં આવી હતી

આ રેલી દાહોદ નગર પાલિકા થી સ્ટેશન રોડ થઈ માણેક ચોક થી આંબેડકર ચોક થી ગડીના કિલ્લમાં આવેલ દાહોદ પ્રાંત અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે ભવ્ય રેલી પહોંચી હતી. આ રેલીમાં પર્યટન સ્થળ નહિ બનેગા… નહિ બનેગા… સમ્મેદ શિખર પર પર્યટન સ્થળ નહિ બનેગા ના નારા લગવવામાં આવ્યા હતા. અને આ રેલી સ્વરૂપે દાહોદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સમસ્ત જૈન સમાજના આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments