ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને સાંસદ બ્રીજભૂષણ શરણ સિંહ સામે બરતરફી ધરપકડ અને ઝડપી કાનુની કાર્યવાહી કરવા માટે નિર્દેશો જારી કરવાની વિનંતી સાથે અખિલ ભારતીય કિસાન સભા સમિતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ઉદ્દેશીને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
તેઓએ આવેદનપત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાઓમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર 1 સગીરા સહિત અનેક મહિલા કુસ્તીબાજોએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય ભારત સરકાર માન્યતા પ્રાપ્ત રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પ્રમુખ બ્રીજ ભૂષણ શરણસિંહ સામે જાતિય સતામણી ના ગંભીર આરોપો લગાવ્યા છે ત્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ શરણસિંહ સામે બરતરફી, ધરપકડ અને ઝડપી કાનુની કાર્યવાહી કરવા માટે વિનંતી સાથે અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ફતેપુરાના મામલતદાર આર.પી.ડીંડોરે આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવા જણાવ્યું હતું.