Wednesday, April 9, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદના ડી.ડી.ઓ. ને "પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ આપવામાં આવ્યો

અમદાવાદના ડી.ડી.ઓ. ને “પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ આપવામાં આવ્યો

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલના હસ્તે નવી દિલ્હી ખાતે એવોર્ડ અપાયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીનીઓના ડ્રોપ આઉટ ઘટાડવા તથા  વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારવા  માટે પ્રથમ વખત અમદાવાદ જિલ્લામાં પહેલ કરવામાં આવેલ છે. તે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને ‘પહેલ’ યોજના અંતર્ગત SKOCH સ્કોચ ગોલ્ડન  એવોર્ડ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ ના હસ્તે નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો.

સ્કોચ ગોલ્ડન  એવોર્ડ ધોરણ – ૮ (આઠ) થી ધોરણ – ૧૦ (દસ) મા અભ્યાસ કરતી દીકરીઓને તેમના માસિક પીરીયડને લઈ ‘પહેલ’ યોજના હેઠળ સેનટરી નેપકીન આપી આરોગ્ય સુરક્ષામાં વધારો  કરવાની સાથે અભ્યાસમાં નિયમિતતા લાવવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ  ‘પહેલ’  યોજનાનો અસરકારક  રીતે અમલ કરાવવામાં આવતા માસિક પીરીયડને લઈ થતા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ અભ્યાસમા નિયમિતતા વધારો થયો હતો. સાથો સાથ અભ્યાસ કરતી દીકરીઓની આરોગ્ય સુરક્ષા પણ વધી છે. દિલ્હી ખાતે આ એવોર્ડ વિતરણ સમારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા હેલ્થ ટીમના મે.ઓ.ડો.સ્વામી કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે “પહેલ” પ્રોજેક્ટ હેઠળ સેનેટરી નેપકીન તથા વપરાયેલા પેડના યોગ્ય નિકાલની વ્યવસ્થા માટે વેન્ડીગ મશીન ઇનસીનરેટર સાથે અમદાવાદ ની 40 શાળાઓમાં આપવામાં આવેલ છે. જેથી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ દરમ્યાન ઉદભવતી તકલીફોનો સામનો કરવો ન પડે અને અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેળવી સર્વાંગી વિકાસ સાધી શકે. સમગ્ર જિલ્લામાં સી.ડી.એચ.ઓ.ડો.શિલ્પા યાદવ અને હેલ્થની સમગ્ર ટીમની ક્ષેત્રીય કામગીરી દરમ્યાન જાણવા મળેલ કે કિશોરીઓ માસિક ધર્મમાં આવે છે ત્યારે શરમ અને સંકોચ અને સાચી જાણકારીના અભાવે શાળામાંથી અભ્યાસ છોડી દે છે. જો આ કિશોરીઓ માસિક ધર્મ બાબતની સાચી જાણકારી અને સેનેટરી પેડ આપવામાં આવે તો આવી કિશોરીઓને અભ્યાસ છોડતા અટકાવી શકાય. તેથી આ બાબતનો પ્રોજેકટ તૈયાર કરી ને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ સમક્ષ રજુ કરેલ અને કિશોરીઓના ડ્રોપ આઉટને રોકવા માટે અને કિશોરીઓ અભ્યાસ ચાલુ રાખે તે માટેના આ મહત્વના પ્રોજેકટ ને ડીડીઓ અરુણ મહેશ બાબુ એ સમગ્ર જિલ્લામાં અમલમાં મુકેલ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments