VANDANA VASUKIYA – VIRAMGAM
THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA
અમદાવાદના સ્વપ્ન પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગ બાળકોના વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારના મુખ્ય મહેમાન તરીકે ભાજપના મહિલા મોરચાના પ્રદેશ મંત્રી મોના રાવલ, સત્યેનભાઈ, વિષ્ણુભાઈ સહિત મહેમાનોના વરદ્દ હસ્તે દિપ પ્રાગટય કરીને સેમીનારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગોને મળતી વિવિધ સવલતો અંગે જાગૃતિ કેળવાય અને છેવાડાના દિવ્યાંગ સુધી સરકારી યોજનાઓ અને સહાય અંગેની માહિતી પહોંચે તે માટે સેમીનારમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોના વાલીઓ સાથે પ્રશ્નોતરી કરી તેમને મૂંઝવતા સવાલોનુ સમાધાન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમા મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરુરી માર્ગદર્શન મેળવ્યું હતું.