Friday, November 22, 2024
Google search engine
HomeAhmadabadઅમદાવાદ ખાતે શ્રી સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક...

અમદાવાદ ખાતે શ્રી સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધા અને ૩૧મો યુવક યુવતી પરિચય મેળાવડાનું આયોજન

 

 

શ્રી સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના સમગ્ર દરજી સમાજના યુવક યુવતીઓ માટે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.૦૨/૦૨/૨૦૧૯ શનિવારના રોજ શહીદ વીર મંગલ પાંડે વિરાટ નગર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સિંગિંગ ડાન્સિંગ અને મીમીક્રી જેવી સ્પર્ધાઓમાં સબ જુનિયર જુનિયર અને સિનિયર એમ ત્રણ અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સિંગિંગ વિભાગની સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ સ્થાને ધ્રુવી વિપુલકુમાર પરમાર, દ્વિતીય સ્થાને સાન્વી રીનલકુમાર દરજી તથા તૃતીય સ્થાને બંસરી જય હિંગુ વિજેતા થયા હતા. જુનિયર કેટેગરીમાં વિશાખા રાજેશભાઈ દરજી પ્રથમ સ્થાને, પીન્જાબેન હાર્દિકભાઈ સોલંકી દ્વિતીય સ્થાને તથા આર્યન પ્રકાશભાઈ ગોહેલ તૃતીય સ્થાને રહ્યા હતા. તે જ રીતે સીનીયર વિભાગમાં ગીતાબેન નિલેશકુમાર સોલંકી પ્રથમ સ્થાને, સંજયભાઈ મકવાણા દ્વિતિય સ્થાને, પ્રશાંત હરેશભાઈ પરમાર તૃતિય સ્થાને રહી સિંગિંગ વિભાગમાં વિજેતા જાહેર થયા હતા. તેમજ ડાન્સ વિભાગમાં સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ સ્થાને વાહિની વિપુલકુમાર દરજી, દ્વિતીય સ્થાને કાવ્ય ગૌરવભાઈ ગોહેલ, તૃતિય સ્થાને ધ્રુવી વિપુલકુમાર પરમાર વિજેતા થયા હતા. તેવી જ રીતે જુનિયર વિભાગમાં દર્શિલ મહેન્દ્રભાઈ વાઘેલા પ્રથમ સ્થાને, ફાલ્ગુની હિતેશભાઈ પીછડીયા દ્વિતીય સ્થાને અને મેઘા ઘનશ્યામભાઈ ફોતરીયા તૃતિય સ્થાને રહ્યા હતા અને તેવી જ રીતે સીનીયર વિભાગમાં હિમાદ્રી નિલેશકુમાર સોલંકી પ્રથમ સ્થાને, ચિરાગ ભરતભાઈ રાઠોડ દ્વિતીય સ્થાને અને બંસરી ગૌરવ કુમાર રાઠોડ સ્થાન મેળવી વિજેતા જાહેર થયેલ. આ જ રીતે મીમીક્રીમાં પ્રથમ સ્થાને હરિઓમ પ્રદીપભાઈ ગોહેલ અને દ્વિતીય સ્થાને સની ગુણવંતભાઈ દરજી વિજેતા જાહેર થયા હતા.
આ સમગ્ર કાર્યક્રમના સિંગિંગ વિભાગમાં નિર્ણાયક તરીકેની ભૂમિકામાં પરેશભાઈ મકવાણા તથા નિલેશભાઇ જેઠવા રહ્યા હતા. તેવી જ રીતે ડાન્સિંગ વિભાગમાં ઉત્સવભાઈ શંકરભાઈ સોલંકી અને આકાશભાઈ પંચાલ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી અને મીમીક્રી વિભાગમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જાણીતા એવા ડાયરા કલાકાર પ્રફુલભાઈ હિંગુએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.
આ ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રફુલભાઈ કે. દરજી – અમદાવાદ, ઉદ્ઘાટક તરીકે મહેન્દ્રભાઈ એમ દરજી – અમદાવાદ, વિનોદભાઈ ડી. દરજી – અમદાવાદ અને સુબોધચંદ્ર એમ. દરજી – અમદાવાદના હતા. વિશિષ્ટ મુખ્ય મહેમાન તરીકે ધવલભાઈ એન. દરજી – અમદાવાદ, શશીકાંતભાઈ કે. સોલંકી – વડોદરા, ચંદ્રકાંતભાઈ એલ. હિંગુ, હિતેશભાઈ જે પરમાર વસંતભાઈ એન પરમાર પરેશભાઈ એમ ટેલર અમદાવાદ ના હતા અને મહિલા અતિથિવિશેષ માં શ્રીમતી ગીતાબેન જેઠવા પોરબંદર અને ભારતીબેન એચ પરમાર અમદાવાદ ના હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અંદાજે ૧૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સ્પર્ધા ના ઇવેન્ટ કન્વીનર અશોકભાઈ હિંગુ અને ગૌતમભાઈ વાઘેલાએ કર્યું હતું.
વધુમાં શ્રી સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આવતી કાલ તા.૦૩/૦૨/૨૦૧૯ રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી 31 યુવક – યુવતી પરિચય મેળાવડો, તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેના સમારંભના અધ્યક્ષ તરીકે બાબુભાઈ મૂળજીભાઈ ગોહિલ સુરતના વતની, ઉદ્ઘાટક તરીકે હરેશભાઈ ધીરુ ભાઈ ચૌહાણ રાજકોટ, મધુસુદનભાઈ વિજય ભાઈ પરમાર રાજકોટ, જે.બી. સોલંકી અમદાવાદ, દિલીપભાઈ કાંતિભાઈ ચૌહાણ સુરત, મનુભાઈ પ્રફુલભાઈ દરજી અમદાવાદ અને અશોકભાઈ જેઠવા પાદરાના હાજર રહેશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments