NILKANTH VASUKIYA – BAVLA (VIRAMGAM)
અમદાવાદ જિલ્લાના બોપલ ખાતે નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો : કુલ ૧૧૫ લાભાર્થીઓને ડાયાબિટીસ અંગે માહીતી અપીને તપાસ કરવામાં આવી
અમદાવાદ જિલ્લાના બોપલ ધુમા નગરપાલીકા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર મેદાન ખાતે નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ડાયાબિટીસ કેમ્પનું આયોજન બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલરો કાનન શુક્લ, રેખાબેન સરડવા, દીપાલી ખોના તથા વૃષાલી દાતારના સહયોગથી કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડાયાબિટીસ અંગે વિસ્તૃત સમજ આપીને ૧૧૫ લાભાર્થીઓના ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. ડાયાબિટીસ નિદાન કેમ્પમાં બોપલ ઘુમા નગરપાલીકાના પ્રમુખ બિપીન શેલાર, મહેશ પટેલ, અલ્પેશ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, દિપેશ શુક્લ, જીગર ખોના સહિત નગરપાલીકાના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોપલ ખાતે આયોજિત ડાયાબિટીસ કેમ્પ અંગે માહિતી આપતા બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર રેખાબેન સરડવા તથા કાનન શુક્લએ જણાવ્યુ હતુ કે, સ્વસ્થ્ય તથા રોગ મુક્ત નાગરીકો એક સશક્ત રાષ્ટ્રના મુખ્ય આધારસ્તંભ છે. આપણા નાગરીકે સ્વસ્થ્ય અને સશક્ત રહે તે માટે બોપલ ઘુમા નગરપાલીકા વિસ્તારમાં નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાનગી લેબોરેટરીની મદદથી ૧૧૫ નાગરીકોની ભુખ્યા પેટે અને જમ્યા બાદની ડાયાબિટીસ તપાસ કરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરીકોને ડાયાબિટીસ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.