PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ – માંડલ રોડ પર આવેલાં શ્રી સિઘ્ઘેશ્ર્વર હનુમાનજી સેવા સંકુલ ખાતે વિરમગામ ભારતીય પત્રકાર સંઘના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમા અઘ્યક્ષ સ્થાને ભારતીય પત્રકાર સંઘના ગુજરાત સંગઠનના મંત્રી દિનેશભાઇ રાવલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમા પત્રકારોની સુરક્ષા માટે તેમજ આ સંગઠનને મજબુત બનાવવા ચર્ચા કરાઇ હતી. તેમજ ભારતીય પત્રકાર સંઘ અમદાવાદ જિલ્લા તેમજ વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ તાલુકાનાં નવનિયુક્ત હોદ્દેદારોની રચના કરાઇ હતી.
આ બેઠક તમામ પત્રકારની સંમતિ થી અમદાવાદ જિલ્લાના ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે યુવા પત્રકાર પીયૂષભાઇ ગજ્જરની સર્વાનુમતે નીમણૂંક કરાઇ હતી.