Tuesday, January 28, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૬૯માં પ્રજાસત્તાક પર્વની ધૂમધામથી...

અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ૬૯માં પ્રજાસત્તાક પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

PIYUSH GAJJAR – VIRAMGAM

 

વિરમગામ શહેર માં અનેક જગ્યાઓએ RSS દ્વારા ભારત માતા નું પુજન કરવામાં આવ્યું.

26 મી જાન્યુઆરી 69 મા પ્રજાસત્તાક દિન નીમિતે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિરમગામ નળકાંઠાના ઘોડા ગામમા તાલુકા કક્ષાની ઉજવણી પ્રાથમિક શાળા મા વિરમગામ નાયબ કલેક્ટર આઇ આર વાળા એ ઘ્વજવંદન કર્યું હતું. તેમજ શહેર ના વિવિધ સરકારી કચેરીઓ તાલુકા પંચાયત, તાલુકા સેવાસદન મામલતદાર મકવાણા , નગરપાલિકા મા પ્રમુખ કાંતીભાઇ પટેલ,વિરમગામ પાનચકલા વિસ્તારના વેપારીઓ દ્રારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું.ઇન્ડિયન પબ્લિક સ્કૂલ, કે.બી.શાહ, દિવ્યજ્યોત, શેઠ એમ.જે.હાઇસ્કૂલ તેમજ વિવિઘ શૈક્ષણિક સંસ્થાઓ, ઠક્કરબાપા છાત્રાલય, વિવિધ શાળાઓમાં ઉપરાંત શહેરના પાનચકલામા વેપારી એસોસિએશન દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ ત્રિરંગાને સલામી આપી, જ્યારે કાસમપુરા યંગ કમિટી દ્રારા પણ પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શહેર વિવિધ માર્ગ પર ત્રિપદા ગુરૂકુલમ ના વિઘાર્થી દ્વારા ભવ્ય રેલી યોજાઇ તેમજ શહેરનુ રાષ્ટ્રગીત ગાન દ્વારા વાતાવરણ દેશભકિત મય બની ગયું હતું. બીજી બાજુ શહેર મા 10 થી વઘુ જગ્યા ઓ પર RSS કાર્યકરો દ્વારા ભારત માતાનું પુજન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરની જાણીતા શૈક્ષણિક સંસ્થા ત્રિપદા ગુરુકુલમ સંસ્થાના વિરમગામ તેમજ ભોજવા ગુરુકુલમ સંસ્થાના આશરે 1000 થી વઘુ વિઘાર્થી ઓએ ત્રિરંગા યાત્રા સ્વરૂપે વિશાળ રેલી યોજી હતી.રેલી વિરમગામ શહેરના રાજમાર્ગો પરથી ફરી હતી.રેલી મા દેશ ભક્તિ ના ગીતો ,ભારત માતા ,સૈનિકો,નેતાજી સહિતના વેશભૂષા યોજવામાં આવી,તેમજ બેટી બચાવો બેટી પઢાવો,ભારત માતાકી જય,વંદે માતરમ્ નારા સાથે વિઘાર્થીઓ દેશ ભક્તિ મય વાતાવરણ બનાવી દીઘી હતુ.સાથે રેલી મા વિરમગામ લાયન્સ ક્લબ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

26 મી જાન્યુઆરી ની માંડલ ખંભલાય મંદિર ચોક ખાતે ઉજવણી…
69 માં ગણતંત્ર દિવસ નિમિત્તે ખંભલાય માતાજીની ચોક ખાતે ભારત માતા પૂજન કાર્યક્રમ તેમજ મહાઆરતી નો કાર્યક્રમ પૂજ્ય સંતો શ્રી ગણેશદાસજી મહારાજ, મોટા રામજી મંદિર, મહંત તેમજ પૂ.સંત શ્રી મનહરદાસજી તેમજ પૂ. જગદીશા નંદ ભારતી તેમજ લાલભાઈ રામી, રમેશભાઈ દરજી, તથા ખંભલાય માતાજી મંદિરના મહેન્દ્રભાઈ પૂજારી, કૌશિકભાઈ પૂજારી, સહિત 500 લોકોએ ભારત માતાનું પૂજન કરેલ… આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધર્મેશભાઈ જોશી, ભાજપ આગેવાન તેમજ ભાવિક પંચાલ, ભાજપ કાર્યકર સહિતના તમામ લોકોની ઉપસ્થિતી માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યાંરે દેત્રોજ ના સુંવાળા ગામમાં વિરમગામ ના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડે ઘ્વજવંદન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments