- વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાની આંગણવાડી ઓમાં કન્યા શક્તિ પુજન કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લા પંચાયત BBBP સેલ દ્વારા જિલ્લાની ૧૫૨૭ આંગણવાડી દીકરીઓનું માં દુર્ગા સ્વરૂપે પુજાનો કાર્યક્રમ જિલ્લાના BBBP ના નોડલ ઓફિસર નરેંદ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત ૨૩૦૦૦ જેટલી દીકરીઓનું પુજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીતેંદ્રસિંહ ચૌહાણ, જિ.પં. ઉપપ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલ તથા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને અગ્રણી નાગરીકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તમામ અગ્રણી નાગરીકો અને સદસ્યોએ તેમના વિસ્તારમાં દીકરીઓની પુજા કરી ખરેખર “બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમને સફળ કર્યો અને સમાજને એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. “બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ હેઠળ છેલ્લા ૨ વર્ષથી હાથ ધરતા દીકરાઓની સંખ્યાની સામે દીકરીઓની સંખ્યામાં પણ નોંધ પાત્ર વધારો જોવા મળેલ છે. અમદાવાદ જિલ્લામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” કાર્યક્રમ કલેક્ટરના સીધા નેત્રુત્વ હેઠળ આ કામગીરી કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસો નવરાત્રીની છઠના દિવસે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન તથા સ્ત્રી ભૃણ હત્યા અટકાવવાના ઉદેશ્યથી આંગણવાડીની દિકરીઓનુ પુજન કરવામાં આવ્યુ હતુ. આપણે રાધા કૃષ્ણ, સીતા રામ બોલીયે છીએ. આપણી સંસ્કૃતિ નારીનું સન્માન કરે છે, નારીનું પુજન કરે છે. નવરાત્રીમાં દુર્ગામાં, બહુચરમાં સહિતના માતાજીની પુજા કરવામાં આવી રહી છે. કન્યાઓએ સાક્ષાત લક્ષ્મીજી છે. નવરાત્રી પર્વ દરમ્યાન વિરમગામ સહીતના અમદાવાદ જીલ્લાની આંગણવાડીઓમાં શક્તિરૂપી કન્યાઓનું પુજન કરવામાં આવ્યુ હતુ.