Friday, November 22, 2024
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ જિલ્લામાં ઓરી - રુબેલાના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫૩૬૯ બાળકોને...

અમદાવાદ જિલ્લામાં ઓરી – રુબેલાના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫૩૬૯ બાળકોને રસી અપાઇ

 

 

ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં – ઓરી અને રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્‍દ્ર પર માઇક્રોપ્લાન મુજબ  તા.૧૬ મી જુલાઇથી આરંભ થયેલ છે. આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને રસી આપવામાં આવી રહી છે. ઓરી રોગની નાબુદી અને રુબેલાને નિયંત્રિત કરવા માટે ૯ મહીના થી ૧૫ વર્ષ સુધીના બાળકોને આ રસી આાપવી અત્યંત આવશ્યક છે. તા.૧૬ જુલાઇ થી તા.૨૧ જુલાઇ સુધી ના પ્રથમ સપ્તાહમા અમદાવાદ જીલ્લાના ૮૫૩૬૯ બાળકોને રસી આપવામા આવી છે. શિક્ષકો, વાલીઓ, આરોગ્ય કર્મીઓ એ ઉત્સાહ સાથે સરાહનીય કામગીરી કરી છે.

ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્વારા ફેલાય છે. બાળકોમા ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. તેમજ રુબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્વારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને  છોકરી બન્ને ને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસ્ત બને તો કંજેનિટલ રુબેલા સિન્ડ્રોમ થઇ શકે છે. જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે.
અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવ અને  જિલ્લા આર.સી.એચ.ઓ. ડો.ગૌતમ નાયકે જણાવ્યુ હતુ કે, આ રસી સપુર્ણપણે સુરક્ષીત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આપવામા આવે છે. આ સામુહીક અભિયાનમા આમ જનતાને તેઓની ભાગીદારી સુનિશ્રિચત કરવા અનુરોધ કર્યો હતો જિલ્લામા રસીના કારણે કોઇ આાડઅસર જોવા મળેલ નથી. જેથી વાલીઓએ અંધશ્રધ્ધા કે અફવાઓથી દુર રહી પોતાના બાળકોને રસી અપાવે તે ધણુ ઉચીત છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિહ ચૌહાણ સરપંચને પત્ર પાઠવીને તેઓના ગામમા કોઇ પણ બાળક ઓરી-રુબેલાની રસીથી વંચીત ન રહે તે માટે લક્ષ આપીને ગામના તમામ બાળકો રક્ષીત થાય તે માટે જાહેર અપીલ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments