PIYUSH GAJJAR – VIRAMGAM
ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગરૂપે અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા દ્વારા વિરમગામ વિઘાનસભાનુ વિશાળ મહિલા સંમેલન લોહાણા મહાજન વાડી ખાતે યોજાયું હતુ. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ વિઘાનસભાના વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા મહિલા મોર્ચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપરાંત અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોર્ચા સહિત આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત પંથકમાં થી આશરે ૫૦૦ જેટલી મહિલાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલએ સંમેલનમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ આરોગ્યલક્ષી સુવિધાઓની વાત કરી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ શહેરના અલીગઢ વિસ્તારમાંથી કોંગ્રેસમાંથી ૪૦ અને દસલાણા ગામમા ૨૦ મહિલાઓ ભાજપમાં જોડાયા હતા અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનએ દરેક મહિલાઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.