PIYUSH GAJJAR – VIRAMGAM
આજ રોજ દેશના ૬૮માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદ જીલ્લા કક્ષાનો ઘ્વજવંદન કાર્યક્રમ ધોળકા ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ્દ હસ્તે ઉજવાયો જેમાં ગુજરાત પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, અમદાવાદ જીલ્લા પ્રમુખ આર.સી. પટેલ, જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, જીલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, વજુભાઇ ડોડીયા, કમાભાઇ રાઠોડ, જીલ્લા મંત્રી અલ્પેશભાઈ પટેલ, માણેકબેન પરમાર, ગીતાબા સીસોદીયા, મંડળ પ્રમુખ દેવેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ શાહ, શ્રી ભરતભાઈ મેર, કેતનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ભારતીબેન રાણા તેમજ મંડળના મહામંત્રીશ્રીઓ, હોદ્દેદાર, કાર્યકર્તાઓ, જીલ્લા કલેક્ટર સાહેબ, ડી.ડી.ઓ. સાહેબ, ડી.એસ.પી. સાહેબ તેમજ મહાનુભાવોની હાજરીમાં રંગારંગ કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો
આ પ્રસંગે પોલીસ અધિકારી ચૌધરી સાહેબ નું આંગડિયા ની આંઠ કરોડની લૂંટ નો ભેદ ઉકેલવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ અમદાવાદ જીલ્લા પ્રમુખ આર.સી. પટેલ દ્વારા પુરસ્કાર આપી સન્માન કર્યું હતું.