
 Rakesh Maheta – Arvalli Bureau
Rakesh Maheta – Arvalli Bureau
ગાંધીનગરના દેહગામની કોલેજ સામે આવેલા પાર્ટીપ્લોટ પાસે અમદાવાદ થી ઝાલોદ જતી સરકારી બસની સાથે કારનો ધડાકાભેર અકસ્માત થતા કારમાં બેઠેલા બે ઇસમોના ઘટનાસ્થળે મોત થયા હતા જયારે અન્ય ઘાયલોને નજીકના હોસ્પીટલમાં ખસેડતા ઘાયલો પૈકી વધુ બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જયારે અન્ય સાત વ્યક્તિ હજી સારવાર હેઠળ છે. અકસ્માત થતાની સાથે લોકટોળા ઘટનાસ્થળે ભેગા થતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર આવી જામ ક્લીયર કરાવી અકસ્માત મોત ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


 
                                    