Tuesday, January 28, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ મલેરીયા શાખા દ્વારા મલેરિયા સામે રક્ષણ આપતી દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ...

અમદાવાદ મલેરીયા શાખા દ્વારા મલેરિયા સામે રક્ષણ આપતી દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ શરૂ કરાયું

 

 

  • મેલેરિયા શાખા દ્વારા માંડલ તાલુકાનાં ઉઘરોજ ગામમા ૬૮૩ તથા દેત્રોજ તાલુકાનાં નાથપુરા ગામમાં ૧૭૭ દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું.
  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૨ સુધી ગુજરાત અને ૨૦૩૦  સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા માંડલ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રેન્ટના ઉઘરોજ ગામ તથા દેત્રોજ તાલુકાનાં પ્રા.આ.કેન્દ્ર રૂદાતલના નાથપુરા ગામમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા આરોગ્ય કર્મચારીઓના સહકારથી કરવામાં આવ્યું હતું. મેલેરિયા શાખા અમદાવાદ દ્વારા સર્વે કરીને મેલેરિયા માટે અતિ સવેદનશીલ ૬ ગામ પસંદ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ ના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે ૨૦૨૨ સુધી સમગ્ર ગુજરાતમાંથી મેલેરિયાનું નિર્મૂલન કરવા તેમજ ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારતને મેલેરિયા મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે મેલેરિયા શાખા અમદાવાદ દ્વારા સર્વે કરીને મેલેરિયા માટે અતિ સંવેદનશીલ ૬ ગામ પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત માંડલ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટ્રેન્ટના ઉઘરોજ ગામમાં ૬૮૩ તથા દેત્રોજ તાલુકાનાં પ્રા.આ કેન્દ્ર, રૂદાતલના  નાથપુરા ગામમાં ૧૭૭ દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે દેત્રોજ તાલુકાનાં ઉમેદપુરા ગામમાં ૩૨૪ તથા ગમાનપુરા ગામ માં ૩૬૬ તેમજ ધોળકા તાલુકાનાં કેશરગઢ ગામ માં ૪૦૮ તથા રાયપુર ગામમાં ૫૦૭ દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવશે. દવાયુક્ત મચ્છરદાનીના વિતરણ પહેલા ગામના લોકોને એક સ્થાન પર ભેગા કરી દવાયુક્ત મચ્છરદાનીના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. ગર્ભવતી મહિલાઓ, ગર્ભસ્થ શિશુ તથા પાંચ વર્ષથી નાના બાળકોને મેલેરિયાથી વધારે જોખમ હોવાથી સરકાર દ્વારા દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત વાડી-ખેતરમાં કામ કરતા મજૂરો, ખાનગી કંપનીમાં કામ કરતા શ્રમજીવીઓના રહેણાક વિસ્તારમાં પણ આ મચ્છરદાની અપાઈ છે. આ દવાની પણ કોઈ આડઅસર થતી નથી. લોકોએ માત્ર આ મચ્છરદાની તડકામાં ન રહે તેની તકેદારી રાખવાની હોય છે. કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે, એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments