PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ જિલ્લાના માંડલના APMC પાસે સરકાર તેમજ સક્ષમ અઘિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવતું સિક્યુરિટી કોન્ટ્રાકટ રેગ્યુલેશન અંગે શેર બજારના વેપાર માટેનું લાયસન્સ તથા પરવાના વગર ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ગેરકાયદે મોબાઇલ ફોન તેમજ કોમ્પ્યુટર ઉપર અલગ અલગ કંપનીના સોદા કરી લેતી દેતી કરી સ્ટોક એક્સચેન્જ તેમજ એમ.સી.એક્સ.ના સ્થળ તરીકે પોતાની દુકાનનો ઉપયોગ કરી માન્ય સભ્ય કે એજન્ટ ન હોવા છતાં કંપનીઓના શેરની લેતી દેતી કરી દેશના અર્થતંત્ર ને નૂકશાન પહોંચાડી ડબ્બા ટ્રેડિંગ ના સાઘનો કોમ્પ્યુટર – 1, મોબાઇલ ફોન – નં 5, LG કંપનીનુ મોનીટર, તેમજ ડીવીઆર તેમજ સ્કોર્ડા રેપીર્ડ ગાડી, એમ કુલ મળીને રૂ.5,86,780/-નો મુદ્દામાલ સાથે બંને આરોપી (1) મીલન શંકરભાઈ પટેલ, રહે. – ઉપરીયાળા, પાટડી, સુરેન્દ્રનગર, (2) ભાનુભાઈ માવજીભાઇ ચાવડા, રહે. વનથળ તા.વિરમગામ ના ને ઝડપી પાડ્યા હતા.