- અમદાવાદ જીલ્લાના D.D.O. એ OPD, ડીલીવરી અને ઇન્ડોર દર્દીની કામગીરી વધે તે માટે પ્રયત્નો કરવા સૂચન કર્યા.
- સનાથલ જિલ્લાનું મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તે માટે શુભેચ્છા પાઠવી.
અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.દવેએ સાણંદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલની તેમજ તેલાવ સબ સેન્ટર ખાતેના મમતા દિવસની મુલાકાત લીધી હતી. તેઓએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની કરેલ કામગીરીની સમીક્ષા કરી તેમજ PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડ એનરોલમેન્ટ કામગીરી તેમજ સ્વચ્છતા પર ભાર મુક્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સનાથલ ખાતે થતા PMJAY ક્લેમ અને સગર્ભા બહેનોની થતી ડીલીવરીની સારી કામગીરી માટે અભિનંદન આપ્યા હતા તેમજ OPD અને ડીલીવરી અને ઇન્ડોર દર્દીની કામગીરી વધે તે માટે પ્રયત્નો કરવા સૂચન કર્યા અને જિલ્લાનું મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તે માટે શુભેચ્છા પાઠવી હતી.
મમતા દિવસની મુલાકાત દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમની મુલાકાત દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી સપના રાજપુત અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી કે વાઘેલા સાથે રહ્યા હતા.
(તસવીર : ચિરાગ પટેલ – સાણંદ)