RAKESH MAHETA BUREAU ARVALLI
જમ્મુ અને કાશ્મીર રાજયમાં આવેલ ઉરીમાં સેનાના કેમ્પ ઉપર થયેલા અચાનક હુમલામાં દેશના જવાનો શહિદ થયા હતા તેનો આક્રોશ આખા ભારતમાં ઠેર ઠેર જોવા મળેલ છે અને તેના ભાગ રૂપે આજ રોજ અરવલી જિલ્લાના ધનસુરા તાલુકાના મુખ્ય મથક ચાર રસ્તા ખાતે સાંજના ૦6:00 કલાકે નવાઝ શરીફના પૂતળાની ધનસુરા નગરમાં સમશાન યાત્રા કાઢી હતી ભારે સૂત્રોચ્ચાર કરી પૂતળાનું દહન કરાયું હતુ. વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો મોટી સંખ્યામાં સાથે નગરજનો જોડાયા હતા. ચોકમાં આશરે અડધા કલાક સુધી હાજર રહી હાય રે… પાકિસ્તાન હાય… હાય … ના નારા સાથે આતંકવાદના પૂતળાઓને આંગ લગાડી વિરોધ દર્શાવ્યો હતો.