NILKANTH VASUKIYA – VIRAMGAM
– બાળ રોગ નિષ્ણાંત ડો.આતિશ શાહ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરીને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી.
તાલુકા હેલ્થ ઓફિસ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. બાળ રોગ નિષ્ણાંત ડો.આતિશ શાહ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરીને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના મેડીકલ ઓફિસર ડો.સંગીતા પટણી દ્વારા સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને સગર્ભા બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન શુ કાળજી રાખવી જરૂરી છે તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટરના ફાર્માસિષ્ટ પન્નાબહેન દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે આયોજિત બાળકો તથા સગર્ભા મહિલાઓ માટે ના નિઃશુલ્ક મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરલ વાઘેલા,
ડો.સંગીતા પટણી , યગ્નેશ દલવાડી, સુશિલાબેન ગજ્જર, સેજલ કોટવાલ સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.