પીયૂષ ગજ્જર, વિરમગામ
વાઈબ્રન્ટ સમિટ પહેલા અલ્પેશ ઠાકોર ની આગેવાની હેઠળ બેરોજગાર યાત્રા નિકળી… બહુચરાજીથી અમદાવાદ સુધી બેરોજગાર યાત્રા …શુક્રવારે સવારે 10 વાગ્યે બહુચરાજી મંદિરમાં અલ્પેશ ઠાકોર કરશે દર્શન કરી હાંસલપુર ખાતે મારૂતિ પ્લાન્ટ સામે અલ્પેશ ઠાકોરે વિશાળ સભા ને સંબોધી હતી.જ્યાંથી હજારો બેરોજગાર યુવાનો બાઈક સહિત વાહનો લઈને યાત્રામાં જોડાયાં હતા આ બેરોજગાર યાત્રામાં તમામ સમાજના લોકો જોડાયા.યાત્રા બહુચરાજીથી નિકળીને વચ્ચે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આ યાત્રા નું સ્વાગત કરાયું હતું. તેમજ હોન્ડા કંપની ના તેમજ અનેક કંપની નો હબ ગણતા વિઠ્ઠલાપુર, તેમજ અલ્પેશ ઠાકોર ના વતન એંદલા ગામમાં પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાંથી વિરમગામ ના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વિરમગામ શહેર માં ભરવાડી દરવાજા બહાર ટુકી વિશાળ સભા યોજી હતી. જ્યાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું લોકો ને નોકરી અપાવીને જંપીશ ..
વઘુમાં આ યાત્રા મા પાટીદાર આંદોલન ના કન્વિનર અને આ વિસ્તાર ના વરૂણ પટેલ જોડાયાં હતાં
ગુજરાતના બેરોજગાર યુવાનોને નોકરી મળે એ માટે થઈને અલ્પેશ ઠાકોરે બહુચરાજીમાંથી રેલીના પ્રારંભ પહેલા માતાજીના દર્શન કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું, સરકાર રાજ્યના 85 ટકા યુવાનોને નોકરી આપે, ફીક્સ પે કર્મીઓને કાયમી નહીં કરવાની સરકારની તાકાત નથી. કાયમી નહીં કરે તો સરકારે 2017માં સિંહાસન ખાલી કરવું પડશે.મહેસાણા નાબહુચરાજીમાં અલ્પેશ ઠાકોરનુ નિવેદન આપતાં જણાવ્યું હતું કે સરકારની તાકાત નથી કે ફિક્સ પે કર્મીને કાયમી ન કરેફિક્સ પે કર્મીને કાયમી નહી કરે તો સિહાસન ખાલી કરવુ પડશે,કંપનીઓમાં ગુજરાતી યુવાનોને નોકરી નથી મળતી આ યાત્રા મા જિગ્નેશ મેવાણી અને પ્રવિણ રામ રેલીમાં ગેરહાજર રહ્યા હતા તેમજ આ રેલી રેલીમાં મોટી સંખ્યામાં ઉતર ગુજરાત સહીત ના મહેસાણા, બનાસકાંઠા, સાંબરકાંઠા,બાયડ ,અરવલ્લી, સહિત ગ્રામ્ય વિસ્તારો ના લોકો વિશાળ સંખ્યામાં બાઇક ,લક્ઝરી, કાર સાથે જોડાયા હતાં. આ યાત્રાવિરમગામ થી અમદાવાદ જવા રવાના થઇ હતી..