Editorial Desk – Dahod
દાહોદ જિલ્લામાં સંચારી રોગો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા, સલામત પાણી પુરવઠો પુરો પાડવા માટે જીલ્લા કક્ષાની સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ.એ.ગાંધીના અધ્યક્ષ સ્થાને તા. ૫-૪-૨૦૧૬ ના રોજ બપોરે ૧૨- ૩૦ કલાકે કલેકટર કચેરી, સભાખંડ ખાતે યોજાશે.
જેમાં પાણી જન્ય રોગો, વાહકજન્ય રોગો, કલોરીનેશન કામગીરી, હીટવેવ વગેરેની ચર્ચા કરવામાં આવશે. સંલગ્ન અધિકારીઓને જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે. જે. પંડયાએ અમારા પ્રતિનિધિને જણાવ્યું છે.