KEYUR PARMAR – DAHOD
કૉંગ્રેસએ દાહોદમાં યોજી જન આક્રોશ રેલી. આજે પોણા એક વાગે નીકળી અને બાઇક રેલી સિટીગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં પંજાબના યુવા નેતા અમરીંદરસિંહ રાજા બરાર, મધ્ય પ્રદેશના જીતુ પાટવારી, ગુજરાતના ઈંદ્રવિજયસિંહ ગોહિલ, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, દાહોદના ધારાસભ્ય વજુ પણદા , ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન, ઝાલોદના ધારાસભ્ય મિતેશ ગરાસિયા, પ્રભાબેન, સોમજી ડામોર, નિકુંજ મેડા અને મહેશ બબેરિયા ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય રાજકીય મહાનુભાવોના વક્તવ્ય ખુબજ ટૂંકા કરાયા હતા. જીતુ પાટવારી એ કહ્યું કે યુવાઓ અને ખેડૂત માટે આ સરકારે કંઇજ નથી કર્યું અને કરશે પણ નહી એમને તો માત્ર વતોજ કરતા આવડે છે .
જયારે અમરીંદરસિંહ રાજા બરાર એ કહ્યું કે મોદીજી એ હું ચાવાળો છું એમ કહી ચાવાળાઓનું ૨૦૧૪માં સંમેલન બોલાવ્યું. અને જીત્યા પછી તેમનો આભાર પણ વ્યક્ત નથી કર્યો કે નથી આ ચાવાળાઓને બોલાવ્યા. અને એ નારી શશક્તિકરણની વાતો કરે છે અને અન્ય નારીઓને આગળ લાવાની વાતો કરનાર પોતાની પત્નીને સાથે રાખી આગળ લાવી નથી શકતો શું એ વ્યક્તિ અન્ય નારીઓને આગળ લાવી શકશે તમેજ વિચારો. આ રંગા – બિલ્લાની જોડી છે ઓળખી લેજો. રંગો કહે મરાથી પતે ત્યાં સુધી હું પતાવું અને ના પતે તો બિલ્લો તો છે જ પતાવી નાખશે. આ રંગા – બિલ્લાની જોડી કશું નથી કરતી લોકોને મૂર્ખ બનાવાનું કામ કરે છે.
આજે દાહોદમાં આંશિક સફળતા જોઈ કૉંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને દાહોદ જિલ્લાની 6 સીટ લાવાની વાત જીતુ પટવારીએ કરી હતી અને લોકોને સાથ આપવા અપીલ કરી હતી.