Saturday, January 4, 2025
Google search engine
HomeDahod - દાહોદઆદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઇવ્સ તથા કોલોની પુરી પાડવાની નવી...

આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઇવ્સ તથા કોલોની પુરી પાડવાની નવી યોજનામાં તા.૨૩/૦૧/૨૦૨૫ સુધી અરજી કરી શકાશે

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની હાઇવ્સ તથા કોલોની પુરી પાડવાની નવી યોજના મંજુર થયેલ છે. કુટુંબદીઠ (એટલે કે રાશનકાર્ડ દીઠ) પુખ્ત વયની એક વ્યક્તિને લાભ મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત વિનામુલ્યે બે મધમાખીની હાઇવ્સ તથા કોલોની (મધપેટી) પૂરી પાડવામાં આવશે તથા લાભાર્થી દીઠ આજીવન એકવાર મળવાપાત્ર રહેશે. આદિજાતિ મધમાખી પાલકોને / સેલ્ફ હેલ્પ ગ્રુપ / સખી મંડળ / FPO / FPC ના આદિજાતિ સભાસદને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.

આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૨૪/૧૨/૨૦૨૪ થી તા.૨૩/૦૧/૨૦૨૫ (https://ikhedut.gujarat.gov.in) સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઈન અરજી કરી, અરજી સાથે અનુસૂચિત જનજાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા), આધારકાર્ડ તથા રેશનકાર્ડની નકલ તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ / સખી મંડળ / FPO / FPCના આદિજાતિ સભાસદના પુરાવા અને રજીસ્ટ્રેશન અંગેના પુરાવા સાથે સાધનિક કાગળો દિન – ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર ૨૩૩-૨૩૫, જિલ્લા સેવા સદન, દાહોદ (ફોન.નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૧) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments