દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતી કાલ તા.૦૨/૦૬/૨૦૨૩ ને શુક્રવારના રોજથી “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત ફતેપુરાની જિલ્લા પંચાયત સીટ નીંદકાપુર્વ થી કરશે.
તા. ૩૦ મે, ૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર ૯ વર્ષ પુર્ણ કરેલ. આ પ્રસંગે ૩૦ મે ૨૦૨૩ થી ૩૦ જુન ૨૦૨૩ સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવનાર છે. તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે.
જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા ભાજપના અન્ય હોદ્દેદારો આ વિશેષ જનસંપર્ક અભિયાનમાં જોડાવવાના છે.
૧ જુન થી ૨૦ જૂન સુધી “વિકાસ તીર્થ” કે જે વિસ્તારોમાં વિકાસ કાર્ય થઈ રહ્યા છે અને થઈ ગયા છે તે સ્થાનોની મુલાકાત થશે, જેમાં તા.૦૨/૦૬/૨૦૨૩ ના રોજ ફતેપુરાની જિલ્લા પંચાયત સીટ નિંદકાપુર્વ સીટના અગ્રણી નંદુબેન રામાભાઇ પ્રજાપતિ (બલૈયા) અને ભુરાભાઈ લાલાભાઈ ડામોર (કંકાસિયા) ને સવારના ૧૦:૦૦ કલાકે મળશે. સવારના ૧૧:૦૦ કલાકે સલરા જી.પંચાયત સીટના પૂજ્ય મિતાદીદી અને પૂ. પુર્વીદીદી (ફતેપુરા) ની મુલાકાત લેશે. બપોરના ૧૨:૦૦ કલાકે ઘુઘસ જી.પંચાયત સીટના શૈલેષભાઈ માનસિંગભાઈ પારગી (કરમેલ) સાથે મુલાકાત કરી પ્રતાપભાઈ ભલાભાઇ પારગી (જી.પંચાયત સભ્ય) ના ત્યાં ભોજન લઈ બપોરના ૦૨:૦૦ વાગે મોટીરેલ જી.પંચાયત સીટના દિલિપભાઈ કરસનભાઈ પરાગી (વાંગડ) અને સરદારભાઈ જોતીભાઈ મછાર (પટીસરા) ની મુલાકાત લઈ બપોરના ૦૩:૦૦ કલાકે મારગાળા ના ગૌરીલાલ હિરલલ લબના (આફવા) ને લોકેન્દ્રસિંહ મોકમસિંહ રાણાવત જોડે સંપર્ક કરી સાંજે ૦૪:૦૦ કલાકે લખણપુર જી.પંચાયત સીટના કમજીભાઈ જોતીભાઈ ચારેલ (લખણપુર) અને જવેસી ના ચેતનભાઈ બારિયાની મુલાકાત કરવામાં આવશે.
ત્યારબાદ સંજેલી તાલુકાના હિરોલા જી.પંચાયત સીટના ડો. લીમસિંગ ખાતરાભાઈ નિસરતા (મોટાકાળીયા) ને પ્રજાતિ પ્રેમચંદભાઈ પુંજાભાઈની સાંજે ૦૫:૦૦ કલાકે સંપર્ક અભિયાન હાથ ધરાશે. અને સાંજે ૦૬:૦૦ કલાકે ચમારીયા જી.પંચાયત સીટના ડો.રમેશભાઈ સેલોત (ચમારીયા) રમેશભાઈ રૂમાલભાઇ સંગાડા (વાંસીયા) અને કાંતિભાઈ ભાભોર (અણિકા) જોડે સંપર્ક કરવામાં આવશે.