દાહોદ જિલ્લાના આંતરિયલ વિસ્તારમા સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવેલી ઇમર્જનસી 108 સેવાના કર્મચારીઓએ સગર્ભા મહિલાની એમ્બયુલેન્સમાં સફળતા પૂર્વક પ્રસુતી કરાવી હતી તેમજ જન્મબાદ બાળક ની હાલત નાજુક જણાતા તાબડતોડ નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર અપાવતા માતા અને બાળક સ્વસ્થ જણાતા એમ્બયુલેન્સના કર્મચારીઓ અને હોસ્પિટલના તબીબોએ હાશકારો લીધો હતો
દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં હવે પ્રસુતાંના કેસો ક્રિ્ટિકલ કન્ડિશનમાં પણ સફળ નીવડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સ્થાનિક કક્ષાએ તેમજ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓના શક્ય બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આમલી ગરબાડા ગામે પ્રસુતાંના કેસમાં પહોંચેલી ઇમર્જન્સી સેવા 108 ની એમ્બયુલેન્સની ટીમે માતા તથા બાળકી બન્નેને બચાવી લીધા છે. 108 ની ટીમના જણાવ્યા અનુસાર તેઓને પુરા મહિના ધરાવતી 31 વર્ષીય કોકિલાબેન અજીતભાઈ ભાભોરને પ્રસુતાંની પીડા ઉપડતા દાહોદ લોકેશનની ઇમર્જન્સી 108 સેવાના કર્મચારી EMT શુશીલાબેન પટેલ અને પાઇલોટ પ્રવીણભાઈ સંગાડા આંબલી ગરબાડા ખાતે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી તપાસ દરમિયાન કોકિલાબેનને બીજી વખત ગર્ભ રહેલો જણાવાયું હતું. જયારે પહેલી ડિલિવરી વખતે તેમણે તકલીફ જણાતા પહેલું બાળક ઑપરેશનથી લેવામાં આવ્યું હતું. જેથી આ બીજું બાળક નોર્મલ કરાવવું મુશ્કેલ લાગ્યું પરંતુ 108 ના કર્મચારીઓએ ખુબ જ પીડાથી કણસતી કોકિલાબેનની સારવાર શરૂ કરી આશ્ચર્ય સાથે એમ્બયુલેન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. પરંતુ નોર્મલ ડિલિવરીથી થયેલ શકશન સાથે ન રડતા એણે નજીકના જેસાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડી સારવાર અપાવી હતી. ડો.જે.ડી. ના નિર્દેશનમાં બાળક તથા પ્રસુતાંની સરવાર કરી CHC સેન્ટર ખાતે રાખી રડાવ્યું હતું. અને માતાને પણ ઓક્સિજન સાહિતની સારવાર આપી સામાન્ય કરી હતી. આમ માતા અને બાળક બન્નેને સંપૂર્ણ સ્વસ્થ કરી 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓએ ઉત્તમ સેવાનો દાખલો પૂરો પાડ્યો છે. ત્યારે 108 ના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક સેવાને નજરે જોનાર પ્રસુતાં મહિલાના પરીવારજનોએ 108 ના કર્મચારીઓની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.