KEYUR PARMAR – DAHOD
ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયને નીરણ આપવાથી પુણ્ય મળશે તેવી ધાર્મિક માન્યતાને લીધે લોકો ગાયને ચારાનું નીરણ કરવાને બદલે અનાજ, લાડુ, ગોળ વગેરે ખવડાવે છે, વધુ માત્રામાં અનાજ, લાડુ, ગોળ, લીલો ચારો ખાવાથી ગાય ગંભીર રીતે બિમાર પડી શકે છે. અને ગાયનું મૃત્યુ પણ થવાના કિસ્સા બને છે, આથી ધર્મપ્રેમી જનતાને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાને સૂકો ચારો જ નીરવા નમ્ર નિવેદન છે
ગાયના પાચનતંત્રમાં લીલા સુકા ઘાસચારાને પચાવવા માટે ખાસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ (માઈક્રોફ્લોરા) કામ કરતા હોય છે એટલે લીલો સૂકો ચારો પ્રમાણમાં (૬૦ : ૪૦) ખવડાવવાથી ઘાસચારામાંથી જ પશુને શરીર માટે અને દૂધ ઉત્પાદન માટે પુરતી શક્તિ અને પોષક તત્વો મળી રહે છે. વધારે દૂધ આપતી ગાય માટે જ ખાણદાણ જરૂરી બને છે.
જ્યારે, ગાય વધારે માત્રામાં અનાજ, ગોળ, લાડુ વગેરે ખાઈ જાય છે ત્યારે ગાયના પાચનતંત્રમાં રહેલા માઈક્રોફ્લોરા દ્વારા આ ખોરાકનું લેક્ટીક એસિડમાં રૂપાંતર થાય છે અને ACIDOSIS (એટલે કે ગાયના જઠરમાં વધારે પ્રમાણમાં એસિડનું બનવું) નામની બીમારી થાય છે. અને ઘણાખરા ગંભીર કિસ્સામાં ગાયનું મૃત્યુ થાય છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાને એકલો લીલોચારો ન નીરતા લીલોસુકો ચારો કે ફક્ત સૂકો ચારો જ નીરવો.વધુ માત્રામાં અનાજ, લાડુ, ગોળ,એકલો લીલો ચારો ખવડાવાથી ગાય ગંભીર રીતે બિમાર પડી શકે છે. અને ગાયનું મૃત્યુ પણ થઇ શકે છે જે બાબત ધ્યાને લેવા ધર્મપ્રેમી જનતાને નમ્ર નિવેદન છે.