દાહોદ ટાઉન ‘બી’ ડીવી. પો.સ્ટે. વિસ્તારના ઉસરવાણ ગામે મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમા આવેલ સ્મશાન ઘાટ પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે એક આરોપીને ઝડપી પાડી હથિયાર ધારાનો કેસ શોધી કાઢતી દાહોદ S.O.G. શાખા
પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સારૂ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ અગાઉ પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી હથિયારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય.
જે અનુસંધાને દાહોદ S.O.G. શાખાના પો.ઇન્સ. એસ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એમ. માળી S.O.G. શાખાના કર્મચારીઓ સાથે દાહોદ ટાઉન ‘બી’ ડીવી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન S.O.G. શાખાના આ.પો.કો. રાજેન્દ્રભાઇ મનસુખભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે, ઉસરવાણ મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમા આવેલ સ્મશાન ઘાટ પાસે ઉસરવાણ ગામનો પીન્ટુભાઇ ધનાભાઇ ખરાડીયા ગેરકાયદેસરના હથિયાર સાથે બેઠેલ છે. જેણે શરીરે કાળા કલરનું પેન્ટ તથા કેસરી કલરની આખી બાયની હુડી પહેરેલ છે. તેવી સચોટ બાતમી મળેલ, જે બાતમી આધારે વર્કઆઉટ કરી હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ઉપરોકત આરોપી પીન્ટુભાઇ ધનાભાઇ જાતે ખરાડીયા રહે.ઉસરવાણ, ટીંડોરી ફળીયું. તા.જી.દાહોદ મુળ રહે.દાહોદ ગારખાયા, અંબે માતાની ગળીમાં તા.જી. દાહોદ વાળો પકડાઇ ગયેલ જેની પંચો રૂબરૂમાં સાવધાની પૂર્વક અંગઝડતી કરતા તેના કમરના ભાગે પેન્ટમાં ખોસેલ એક દેશી હાથ બનાવટની પીસ્ટલ મળી આવેલ.
જેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ દાહોદ ટાઉન ‘બી’ ડીવી. પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


