સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, દાહોદ દ્વારા અમારા Editor In Chief નેહલ શાહ ને એક વાતચીત માં જણાવે છે કે, એ.આર.ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડિટેઇન કરેલ મોટર વાહનની હરાજી હાથ ધરવામાં આવનાર છે. નીચે દર્શાવ્યા ટેબલ મુજબ મોટર વાહનની અપસેટ પ્રાઇઝ, ડિપોઝિટની રકમ તેમજ ફી ની વિગતો નીચે દર્શાવેલ ટેબલ મુજબ રહેશે.
ઉત્સુક ઉમેદવારે સમય મર્યાદામાં ઉપર જણાવ્યા પ્રમાણે હરાજીમા ભાગ લેવા માટે અરજી કરવાની રહેશે. સદર હું હરાજીની અન્ય શરતો અરજી ફોર્મ આ સાથે સામેલ બારકોર્ડ સ્કેન કરી મેળવી શકાશે.
ઉત્સુક ઉમેદવારે ઉપરના દર્શાવેલ બારકોડ સ્કેનરમાં દર્શાવ્યા મુજબ કવર પર વિગતો લખી એ.આર.ટી.ઓ. દાહોદ કચેરી ખાતે, ડી.એ. શાખા રૂમ નં. ૪ માં રજુ કરવાની રહેશે, (રમેશભાઇ વી ભાભોર મોબાઇલ નં.9638016820) સાથોસાથ તમામ શરતો મંજુર છે તે બાબતની બાંહેધરી પણ રજુ કરવાની રહેશે. બિડ માટેનો બિડાણ -1 જ્યારે બાહેધરીનો નમુનો બિડાણ – 2 માં સામેલ છે.
હરાજીમાં ભાગ લેવા માટેની શરતો આ પ્રમાણે આપેલ છે. – (1.) ઓક્શનમાં ભાગ લેનાર ઠરાવેલ તરીખે અને સમય મર્યાદામાં બંધ કવરમાં બિડાણ – ૧ મુજબ અરજીમાં પાનકાર્ડ / GST આધારકાર્ડ, સરનામાનો પુરાવો, મતદાન કાર્ડ તથા અર્નેસ્ટ મની ડિપોઝિટ્નો (EMD) અલગ ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો રહેશે. આ કવર સાથે ઓકશનમાં ભાગ લેવા રૂપિયા 500/- નો નોન રિફંડેબલ ફી નો ડીડી રાખવાનો રહેશે. સદરહું અર્નેસ્ટ મની ડિપોઝિટ / ઓકશન ફી નો ડી.ડી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દાહોદના નામે બનાવવાનો રહેશે. (2.) ઓકશનની પ્રક્રિયા તથા નિર્ણય એ.આર.ટી.ઓ. દાહોદ દ્વારા લેવામાં આવશે. તથા તે બીડરને હાજર રહે કે ન રહે બંધનકર્તા રહેશે. (3.) બંધ કવર ખોલતા અપસેટ પ્રાઈઝની સૌથી ઉંચા ભાવ ભરનારને વિજેતા જાહેર કરવામાં આવશે. (4.) હરજીમાં નિષ્ફળ ઉમેદવારના અર્નેસ્ટ મની ડિપોઝિટ પરત આપવામાં આવશે.જ્યારે રૂ.500/- ઓકશન ફી રિફંડ આપવામાં આવશે નહી. (5.) વિજેતા ઉમેદવારે વેચાણ હુકમ મળ્યાના ત્રણ દિવસમાં તેમણે ઓફર કરેલી રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ થી ભરવાના રહેશે. જો વિજેતા ઉમેદવાર સદરહુ રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો તેમની અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્ત કરે સરકારી તિજોરીમાં જમા લઈ લેવામાં આવશે. જેમાં સંબધિત વ્યક્તિ / સંસ્થા કોઈ વાંધો ઉઠાવી શકશે નહી. (6.) કોઈ કેસમાં અપસેટ પ્રાઈઝથી વધુ હોય તેવા બે અથવા વધારે બીડ એક સરખા આવે તો આવા અરજદાર બીડરોને નવી ઓફર રજૂ કરવા જણાવવામાં આવશે. (7.) હરાજીમાં બંધ કવર ખોલતાં મળતા કોઈ બીડના ભાવ અપસેટ પ્રાઈઝ કરતા નીચા હશે તો તેવા કિસ્સામાં તે બીડ રદ કરવામાં આવશે. જો તમામના બીડરોની ઓફર અપસેટ પ્રાઈઝથી ઓછી હશે તો ઓકશન રદ કરવામાં આવશે. આવા સંજોગોમાં ફી નો ડી.ડી. જમા લઇ અર્નેસ્ટ મનીનો ડિમાન્ડ ડ્રાફ્ટ બીડરને પરત આપવાનો રહેશે અને નવી ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. (8.) વિજેતા ઉમેદવારને વાહનને દિન-૭ માં ફરજિયાત લઈ જવાનું રહેશે. આવા સમય મર્યાદામાં વાહન જે સ્થિતિમાં, જેમ છે, અને જે છે તેવી સ્થિતિમાં સોંપવામાં આવશે. વિજેતા ઉમેદવારે આ કબજો વાહન જે સ્થળે જેમ અને જે સ્થિતિમાં લઈ વાહન જયાં રાખેલ હોઇ તે સ્થળેથી પોતાના ખર્ચે અને જોખમે લઈ જવાનું રહેશે. (9.) મોટર વાહનના ઓકશનની તેને લગતા તમામ ટેક્ષ, સરકારી લેણા, વાહન વેચાણ લેનાર વ્યક્તિને કબજો લીધાની તારીખથી ભરવાનો રહેશે. ઓકશન વેચાણનો કબજો મળ્યા બાદ વાહન સંબંધિત તમામ કાયદાકીય જવાબદારી વાહન ખરીદનારની રહેશે. તેમણે મોટર વાહનને લગતી તમામ કાયદાકીય તેમજ વહીવટી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવાની રહેશે. (10.) ટેક્ષસન ઓથોરિટી એટલે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, દાહોદ કોઈ પણ તબક્કે કોઈ પણ કારણો જણાવ્યા સિવાય ઓકશન રદ કરી શકશે., જેની સામે કોઈ પણ બિડર વાંધો ઉઠાવી શકશે નહી, (11.) ભાગ લેનાર બિડરે ઉપયુક્ત તમામ શરતો સાથે સહમત છે તે સબબની બાંહેધરી પત્રકઆ સાથે સામેલ રાખી ( બિડાણ-ર મુજબ રજુ કરવાનું રહેશે, જો બિડ સાથે ને બિડ સાથે રજુ કરેલ નહિ હોઇ તો અરજી સ્વીકારવામાં આવશે નહી. (12.) વિજેતા ઉમેદવાર પોતાના જોખમે મોટર વાહન સમય મર્યાદામાં લઈ જવાનું રહેશે આ દરમિયાન કચેરીને કોઈ નુકસાન થશે તો તે જે તે ઉમેદવાર પાસેથી વસૂલવામાં આવશે. (13.) જે વાહન સ્ક્રેપ તરીકે ખરીદવા માંગતા હોઈ તો મોટર વાહન ને સ્કેપ કરાવ્યા બાદ ચેસિસ ટુકડો અને નંબર પ્લેટ આર.ટી.ઓ કચેરી દાહોદ ખાતે જમા કરાવવાનો રહેશે.
વધુ માહિતી માટે ARTO કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.


