KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં ઓલ કરાટે એસોશીએશન દાહોદ જિલ્લાના પ્રમુખ સિહાંનદાઈ રાકેશ એલ. ભાટીયા (5th Dan Black Belt) ના માર્ગદર્શન હેઠળ રેંચી કલ્પેશ એલ. ભાટીયા (4th Dan Black Belt) કરાટે ક્લાસ ચલાવે છે. આ કરાટે ક્લાસમાં કરાટે શીખતા કરાટેકાઓએ કરાટે ક્લાસમાં ગુરુ પુર્ણિમાનો પર્વ અનોખી રીતે ઉજવ્યો હતો. આ કાર્યક્રમની ઉજવણીમાં સિહાંનદાઈ રાકેશ એલ. ભાટીયાને તેમના સિનિયર કોચ રેંચી વિનોદ ખપેડે ફૂલોની માળા પહેરાવી અને રેંચી કલ્પેશ ભાટીયાએ ફૂલોનું બુકે આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેવીજ રીતે રેંચી વિનોદ ખપેડ, રેંચી કલ્પેશ ભાટીયા અને સેન્સેઈ કેયુર પરમારનું પણ તેમના સિનિયર સ્ટુડન્ટ દ્વારા હાર તથા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ સિહાંનદાઈ રાકેશ એલ. ભાટીયા, રેંચી વિનોદ ખપેડ, રેંચી કલ્પેશ ભાટીયા અને સેન્સેઈ કેયુર પરમારે કેક કાપી બધા કરાટેકાઓને કેક ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. અને છેલ્લે દરેક કરાટેકાઓ અને સિનિયર કોચએ સિહાંનદાઈ રાકેશ એલ. ભાટીયાના આશીર્વાદ મેળવ્યા હતા.