KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના લોકોની પાણીની વર્ષો જૂની સમસ્યા હલ થવા જઈ રહી છે. આની પહેલ જ્યારે આપણા લોક લાડીલા વડાપ્રધાન જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે આની પહેલ થઈ હતી. અને ત્યારબાદ PHASE – 1 નું લોકાર્પણ જેતે વખતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી. અને આવતી કાલે PHASE – 2 નું લોકાર્પણ રાજ્ય મંત્રી વલ્લભભાઈ કાકડીયા, પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ અને આદિજાતિ મંત્રી (ભારત સરકાર) જસવંતસિંહ ભાભોરના વરદ્દહસ્તે થયું હતું . ત્યારે દાહોદ શહેરના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે દાહોદમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી અને દર 3 થી 4 દિવસે મળતું પાણી અંદાજે 1 માસ પછી દર 1 દિવસ છોડીને મળશે અને ત્યારબાદ થોડો સમય જતાં દરરોજ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે જેથી દાહોદના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. અને આનો શ્રેય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. અને જે તે સમયે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે આ યોજનાને મંજૂરી આપી કડાણાનું પાણી દાહોદ લાવવાનું મંજૂર કર્યું હતું ત્યારબાદ સત્તા પર જે પણ આવતા ગયા તેઓએ પણ આ પ્રયત્નો ચાલુ રાખીને દાહોદના પાણી માટે પ્રયત્નશીલ રહ્યા અને આખરે ભાજપ સરકાર દ્વારા દાહોદને પાણી મળ્યું છે જેનું આવતી કાલે 14મી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે લોકાર્પણ છે જેની દાહોદની જનતામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.