કર્ણાટક રાજ્યના શિવમોગા જીલ્લાના શિમોગા શહેર ખાતે નહેરુ યુવા કેન્દ્ર – મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ અને સ્પોર્ટ્સ : ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા સાથેસંકળાયેલ શિવમોગા જિલ્લા કરાટે એશોશીએશન દ્વારા યોજાયેલ ૧લી નેશનલલેવલ ઓપન કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૧૬ નું આયોજન તારીખ ૦૯ અને ૧૦ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલ હતું તેમાંલાયન્સ કલબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલનાં સાત (૦૭) વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સાત વિદ્યાર્થીઓને શાળાના કરાટે કોચ કેયુરકુમાર અશ્વિનભાઈ પરમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓએ કાતા અને કુમિતે એમ બે ઇવેન્ટમાં કુલ ૧૨ મેડલ જીતી અનેરી સિદ્ધિ હાંસલ કરેલ છે. જેઓના નામ (૧) વસૈયા મેઘરાજ મુકેશભાઇ કાતામાં સિલ્વર મેડલ અને કુમિતેમાં ગોલ્ડ મેડલ (૨) મલેક અલીઅસગર શબ્બીરભાઈ કાતામાં સિલ્વર મેડલ અને કુમિતેમાં પણ સિલ્વર મેડલ (૩) અગ્રવાલ સૌમ્ય ગોપાલભાઈ કાતામાં સિલ્વર મેડલ અને કુમિતેમાં બ્રોન્ઝ મેડલ (૪) પટેલ ભવ્ય અલ્પેશભાઇ કાતામાં બ્રોન્ઝ મેડલ અને કુમિતેમાં પણ બ્રોન્ઝ મેડલ (૫) શાહ શિવરાજ હેમંતકુમાર કાતામાં બ્રોન્ઝ મેડલ અને કુમિતેમાં સિલ્વર મેડલ (૬) બંબ આગમ કાતામાં ગોલ્ડ મેડલ અને (૭) કલાલ પાર્થ સંજયભાઈ કાતામાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. ઉપરોક્ત તમામ કરાટેકાઓને લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના પ્રમુખ મુકેશ બી. અગ્રવાલ, મંત્રી બલવંત પી. પટેલ, ખજાનચી જવાહર જે. અગ્રવાલ તથા તમામ લાયન મેમ્બર અને શાળાના આચાર્ય મુકેશ યુ. પંડ્યા, નેલ્શન એચ. મેશી, લાયન્સ ગુજરાતી શાળાના આચાર્ય મીઠાલાલ એસ. પ્રજાપતિ અને તમામ સ્ટાફ શાળાના આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
HomeUncategorizedરાષ્ટ્રીય સ્તરે ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઝાલોદના વિદ્યાર્થીઓ કરાટેમાં...