
“કહો દિલસે, નરેન્દ્ર મોદી ફિરસે” ના મિશન સાથે બુલેટ મોટરસાયકલ પર નીકળેલ 8 રાજ્યોમાં ફરનાર શક્તિયાત્રા દાહોદથી રવાના થઇ હતી. “નરેન્દ્ર મોદી ફિરસે” મિશન સાથે ગઈ તા.15 જાન્યુઆરીથી બેંગ્લોરથી એક “શક્તિ યાત્રા” નો પ્રારંભ થયો હતો. 2 મહિના સુધી ચાલનાર આ યાત્રા 8 રાજ્યોના 155 જિલ્લાઓમાં ફરી કુલ 15,225 કી.મી. ફરવાની છે.
“ઇન્ડિયા ગોટ ટેલેન્ટ” માં હાથથી 10 ટનની ટ્રક ખેંચનાર ચેન્નાઈ (મદ્રાસ) ની રાજલક્ષ્મી મંડા આ યાત્રામાં બુલેટ મોટરસાયકલ ઉપર પ્રવાસ કરી રહી છે. તેમની સાથે ભારત ભૂષણજી, દીપ્તીજી, મદનજી, મેનનજી, જાગીરદારજી સહિત વિવિધ રાજ્યોના કુલ 27 યુથ વોલન્ટીયર્સ સાથે નીકળેલ આ ગૃપ આજે 15મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:00 કલાકે ત્રીભૂવન હોટલ, દાહોદથી પસાર થઈ હતી. તેઓએ દાહોદ સ્ટેશન રોડ વિસ્તારમાં કમરમાં બેલ્ટ બાંધી અને એક લોડિંગ ટ્રક ખેંચી હતી. ત્યારબાદ રાજલક્ષ્મી મંડાએ દાહોદ સ્ટેશન રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ કરી CRPF ના 42 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિ અને બુલેટ રેલીની શરૂઆત કરી હતી. અને આ યાત્રા દાહોદ સ્વામી વિવેકાનંદ ચોક થી શરૂ થઇ ભગિની સર્કલ થી વાયા માણેકચોક થી નગર પાલિકા પહોંચી હતી અને ત્યાંથી તે રેલીને સન્માન સાથે પડાવ થઈ મધ્ય પ્રદેશ જવા રવાના કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાત પ્રવાસન નિગમ ના ડિરેકટર સુધીર લાલપુરવાલા, સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા તેમજ નગર સેવકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.