FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય શહેર સંજેલીનું શાન ગણાતું રાજા રજવાડા સમણું પુષ્પસાગર તળાવમાં કાળિયાહેલ સિંચાઇ તલાવમાંથી પાણી પાડવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા સાત વર્ષ ઉપરાંતથી સુકાયેલું જોવા મળે છે. ચોમાસામાં ઓછા વરસાદ પડવાને કારણે રજવાડા સમયનું બનાવેલું આ પુષ્પસાગર તળાવમાં ઓછો કરસદ તેમજ આસપાસના ખેતરોમાંથી ચોમાસામાં આવતું પાણીની આવક બંધ થઈ જતાં તળાવ સુકયેલું જોવા મળે છે. સંજેલી નગરજનોને નહાવા – ધોવા, તેમજ પીવાના પાણીની ઉનાળો શરૂ થવાની સાથે રૂપિયા ખર્ચીને પાણી લેવાનો વારો આવ્યો છે.
સંજેલી પ્રજાપતિ ફળિયામાં આવેલ પુષ્પસાગર તળાવ લોકોને આશીર્વાદરૂપ સમાન થયેલું છે. ત્યારે છેલ્લા કેટલા વર્ષોથી પાણીની આવક ન થતાં જામી તળિયે જળાશયો સુકાયેલા જોવા મળે છે. લગભગ ૩૫ હેક્ટરમાં ફેલાયાળું તળાવ સનાજેલી નગરના લગભગ ૧૨૦૦ જેટલા મકાનોને પાણી પૂરું પડતું હતું. નહાવા ધોવા માટે ચાર ઘાટ ધરાવતું તળાવ છે. તેમનં તળાવની પળે બે પીવાના પાણીના કુંવા પણ છે જ્યારે પુષ્પસાગર તળાવના જળાશયો નીચલા સ્તરે જાત રહેતા કુવાના સ્તર પણ નીચે ઉતારી જવા પામ્યા છે. આ તમામ સમસ્યાને ધ્યાને પહોંચી વળવા માટે એચએએલ યોજાયેલા પ્રગતિસેતુ માં ગ્રામજનો તેમજ સરપંચ કિરણસિંહ રાવત દ્વારા સંજેલીથી ૨ કી.મી. દૂર આવેલા કાળિયાહેલ સીંચાઈનું પાણી સંજેલી પુષ્પસાગર તળાવમાં પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
Byte> કિશોર વસૈયા> ના.કા.ઇજનેર નાની સિંચાઇ> કાળિયાહેલ સિંચાઇ તળાવમાંથી લિફ્ટ કરી પાણી પડી શકાય નહીં અને સંજેલી થઈ જતી કડાણા જળાશય યોજનામાંથી પાણી આપવા માટે કાગળ લખી જાણ કરી દેવામાં આવી છે.
Byte > કિરણ રાવત > સરપંચ – સંજેલી > સંજેલી ખાતે યોજાયેલ પ્રગતિ સેતુમાં કાળિયાહેલ સિંચાઇ તલવમાંથી વેસ્ટેજ જતું પાણી પાઇપ લાઇન (લિફ્ટ એરિકેશન) દ્વારા સંજેલી પુષ્પસાગર તળાવમાં પાડવામાં આવે જેથી સંજેલી ગામના લોકોને નહાવા, ધોવા તેમજ પીવાના પાણીની તકલીફ દૂર થઈ શકે છે.