નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થનાઓની સુચના હેઠળ પ્રોહી/જુગારના નેસ્ત નાબુદ કરવા પ્રોહી/જુગારના ગુન્હાઓ શોધી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.સી.વાઘેલાનાઓ પોલીસ સ્ટાફના માણસોમાં (૧) એ.ડી. સોનેરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) સંજયભાઇ ધિરૂભાઇ એ.એસ.આઇ. (૪) નિતેશભાઈ કનુભાઈ અ.પો.કો. (૪) સુનિલભાઈ બાબુભાઈ આ.પો.કો. (૫) ઈશ્વરભાઈ દિનેશભાઈ આ.પો.કો. (૬) જયદીપભાઇ સુરેશભાઇ અ.પો.કો. સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન P.S.I. કે.સી.વાઘેલાનાઓને બાતમી મળેલ. જે બાતમી આધારે કાળીતળાઇ ગામે બસ સ્ટેશન પાસે હાઇવે રોડ પર વોચમાં રહી આરોપી મુકેશભાઇ રાજુભાઇ જાતે બારીયા રહે.ઉસરા, સ્ટેશન ફળીયું, તા.જી.દાહોદની TVS અપાચી મોટર સાયકલ કે જેનો રજી.નં. GJ.20.BA.6791 છે તેની પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
વધુમાં વોન્ટેડ આરોપી તરીકે (૧) મિતેશભાઇ શનુભાઇ જાતે પટેલ રહે.ઉમેદપુરા દુધીયા પટેલ ફળીયું તા.લીમખેડા જી.દાહોદ તથા (૨) વનરાજભાઇ શનુભાઇ જાતે પટેલ રહે.ઉમેદપુરા દુધીયા પટેલ ફળીયું તા.લીમખેડા જી.દાહોદ નાઓના નામ આ સાથે સામેલ છે.