KEYUR PARMAR – DAHOD BUREAU
કાશ્મીર ઘાટી માં વારંવાર થતી આતંકવાદી ઘટનાને સેનાએ રોકી છે અને પ્રતિકાર કર્યો છે પરંતુ આતંકવાદી ઘટના અને આતંકવાદી સામે કાર્યવાહી કરવા જયારે સેનાએ એ પહેલ કરી છે ત્યારે આ પત્થરબાજ રૂપી આતંકવાદીઓ એ સેનાને અડચણ રૂપ બની અને તેમનું મનોબળ તોડવાની કોશિશ કરી છે બીજી આવા પત્થરબાજ આતંકવાદીઓને બચાવવા જે માનવ અધિકાર સંગઠનો સામે આવી ને પત્થરબાજો ને બચાવે છે તેમના અને પત્થરબાજો બંને ઉપર દેશ દ્રોહનો ગુનો લગાવી અને કાર્યવાહી કરવી જોઈએ અને બાબા અમરનાથની યાત્રામાં પણ આજ દેશદ્રોહીયોને આતંકવાદીઓ દ્વારા અડચણો ઉભી કરાય છે જે તેમના ઉપર સખ્ખત કાર્યવાહી કરી બંધ કરાવવામાં આવે જેથી લોકો આ યાત્રા નિર્ભીક રીતે કરી શકે. અને આવા તત્વો સામે સરકાર કડક માં કડક પગલાં ભારે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના ઘટે એવી કારવાહીની માંગ સાથે વિશ્વ હિન્દૂ પરિષદ તથા બજરંગદળ દાહોદ દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી અને તેઓની રજુઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના હેતુ થી આ આવેદનપત્ર આપ્યું છે.