HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની કુંડલી પ્રાથમિક શાળાના આચાર્ય બળવંતભાઈ રાવતનો સેવા નિવૃત્તિનો વિદાય સમારંભ ગત રોજ તા.૨૧/૧૦/૨૧૯ને સોમવારના રોજ કુંડલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો. બળવંતભાઈ રાવત સને 1983 થી જુદીજુદી શાળામાં પોતાની ફરજ બજાવી હતી. લીમખેડા તાલુકાની કુંડલી પ્રાથમિક શાળા ખાતે પાછલા 26 જેટલા વર્ષ થી ફરજ બજાવી વય નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમનો વિદાય સમારંભ ખુબજ ભવ્ય રીતે ઉજવાયો. કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઇ ભાબોર, રમેશભાઈ કટારા. ભાજપ જિલ્લા પ્રમુખ સહીત શિક્ષક સંઘના હોદ્દેદારો, સાધુ સંતો સહીત મોટી સંખ્યામાં ગામ લોકો તથા સગાસંબંધી જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારા તથા સાદું સરળ વ્યક્તિત્વ ધરાવતા બળવંતભાઈ રાવતનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો હતો. સમાજ સેવા થી લઈને સમાજમાં જાગૃતિ લાવવા સુધીની સફર ખુબજ પ્રામાણિકતા થી નિભાવી. નિવૃતિ બાદ પણ સામાજિક કર્યો કરવાના આયોજન સાથે તથા તમામના માર્ગદર્શક બની આજે નિવૃત થયા. જેમના નિવૃત્તિના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા..