
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સંજેલી ખાતે મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જે સરકારી તંત્ર દ્વારા કેવડિયા ખાતેના આદિવાસી પરિવારોને જમીન સંપાદન મુદ્દે થઇ રહેલો અન્યાંય દૂર ન થાય તો તેના માટે જરુર પડે ત્યાંના આદિવસી ભાઈ-બહેનો સાથે ઉભા રહીને કદમ થી કદમ મિલાવી તથા જરૂર પડે તેમના હિત માટે ઉગ્ર આંદોલનમાં જોડાવાની પણ તૈયારી દર્શાવી હતી. તેવું આ આવેદનપત્રમાં લખેલ હતું.